Western Times News

Gujarati News

દેશભરમાં ૨૩૦ વીઆઇપીને કેન્દ્ર તરફથી સુરક્ષા મળે છે

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે દેશમાં ૨૩૦ લોકોને સીઆરપીએફ અને સીઆઇએસએફ જેવી કેન્દ્રીય અર્ધસૈનિક દળો દ્વારા ઝેડ પ્લસ,ઝેડ અને વાઇ શ્રેણીની હેઠળ સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં

આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે સુરક્ષા પ્રાપ્ત લોકોની કેન્દ્રીય યાદીમાં સામેલ વ્યક્તિઓની સમક્ષ જાેખમ બાબતે કેન્દ્રીય એજન્સીઓના આંકલનના આધાર પર તેમને સુરક્ષા આપવામાં આવે છે અને તેની સમય સમય પર સમીક્ષા કરવામાં આવે છે.
આ હેઠળની સમીક્ષાના આધાર પર સુરક્ષા કવચ જારી રાખવાનું પાછુ લેવાનું કે સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવે છે.

મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં ૨૩૦ લોકોના નામ આ કેન્દ્રીય યાદીમાં સામેલ છે તેમણે કહ્યું કે સામાન્ય રીતે આ લોકોની સુરક્ષા પર થનાર ખર્ચનું વહન સરકાર દ્વારા કરવામાં આવે છે જાે કે તેમણે એ વાતનું વિવરણ આપ્યું નહીં કે આવા લોકોની સુરક્ષા પર કુલ કેટલો ખર્ચ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.