Western Times News

Gujarati News

પેટીએમ મનીનો ગુજરાતનું નં.-1 ડિજિટલ વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ બનવાનો આશય

આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 30 લાખ યુઝર્સ મેળવવાની યોજના

અમદાવાદ, ભારતના સ્વદેશી ડિજિટલ નાણાકીય સેવા પ્લેટફોર્મ પેટીએમે આજે જાહેરાત કરી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ‘પેટીએમ મની’ ગુજરાતમાં સૌથી પસંદગીનું વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ બનવા માટે તેના મહત્વના બજાર ગુજરાત સુંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે.

કંપની દેશમાં સંપત્તિ સર્જનની મુખ્ય ચાલક કંપની છે અને ‘વેલ્થ સર્વિસ માટે નવા’ 50 ટકાથી વધુ યુઝર્સ આ પ્લેટફોર્મ પર પ્રત્યક્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, આઈપીઓ, એફએન્ડઓ, ઈટીએફ, એનપીએસ અને ડિજિટલ ગોલ્ડ સહિતના રોકાણ ઉત્પાદનોનો લાભ મેળવી રહ્યા છે.

પેટીએમ મની ઓછા મૂલ્યના રોકાણો પણ સક્ષમ બનાવે છે અને પ્રતિ ઓર્ડર રૂ. 10ના ચાર્જથી ટ્રેડિંગની સુવિધા પૂરી પાડે છે. પરિણામે સામાન્ય લોકો પણ તેમની સંપત્તિ સર્જનની પ્રવૃત્તિ એક સલામત વાતાવરણમાં શરૂ કરી કરવા સક્ષમ બન્યા છે. આમ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળ્યું છે. પેટીએમ મનીનો આશય હવે ગુજરાતી જેવી લોકપ્રિય પ્રાદેશિક ભાષાઓમાં માહિતી અને ઉત્પાદનો પૂરાં પાડીને વપરાશકારોને વધુ સક્ષમ બનાવવાનો છે.

Varun Sridhar, CEO Paytm Money

કંપનીએ સમગ્ર દેશમાં વ્યાપક પગપેસરો કર્યો છે અને હવે તે દેશના 99 ટકા પીનકોડ વિસ્તારોમાં ગ્રાહકોને વેલ્થ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થઈ રહી છે. કંપની એકલા ગુજરાતમાં જ 10 લાખથી વધુ યુઝર્સ ધરાવે છે, જેમણે પ્રત્યક્ષ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 400 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. પેટીએમ મનીનો આશય આગામી કેટલાક મહિનાઓમાં નવી માસિક એસઆઈપી નોંધણીઓમાં 150 ટકાથી વધુનો ઊછાળો અને કુલ માસિક રોકાણ વોલ્યુમમાં 200 ટકાના વધારો કરવાનો આશય છે.

કંપનીની સ્ટોકબ્રોકિંગ પહેલ વણખેડાયેલા સેગ્મેન્ટમાં પ્રત્યક્ષ ઈક્વિટી રોકાણકારોને વધુ સક્રિય બનવામાં મદદ કરે છે. પેટીએમ મનીનો આશય આગામી 3 વર્ષમાં 50 લાખથી વધુ એકાઉન્ટ્સ ખોલાવવાનો છે અને તેને અપેક્ષા છે કે આ નવા યુઝર્સમાંથી 20 ટકાથી વધુ ગુજરાતમાંથી આવશે.

સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ એકદમ સરળ અને સાહજિક ઈન્ટરફેસ ધરાવે છે જ્યારે તે ટેક્નોલોજી સેવી યુઝર્સ માટે અત્યાધુનિક ફંક્શનાલિટીની સુવિધા પૂરી પાડે છે. યુઝર્સ સરળ અને અત્યાધુનિક ચાર્ટિંગ સૂચકાંકો પણ જોઈ શકે છે. રોકાણકારો અને ટ્રેડર્સ બંને માટે એક સરળ પ્લેટફોર્મ ઊભું કરીને કંપનીએ ડિલિવરી ઓર્ડર્સ મફત બનાવ્યા છે

અને ઈન્ટ્રા-ડે/એફએનઓ માટે પ્રતિ ઓર્ડર માત્ર રૂ. 10નો ચાર્જ રાખ્યો છે. આ સાથે ટેક પ્લેટફોર્મને સ્થિર અને સલામત રાખવાની ખાતરી સાથે કંપનીને વર્તમાન ટ્રેડર્સ અને નવા રોકાણકારો તરફથી ઘણો જ સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા છે.

પેટીએમ મની યુઝર્સને પ્રારંભિક જાહેર ભરણાં (ઈનિશિયલ પબ્લિક ઓફર્સ – આઈપીઓ)માં રોકાણ સાથે સંપત્તિ સર્જન માટે સક્ષમ બનાવે છે અને તેણે આઈપીઓ અરજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સરળ બનાવી છે. તે નિયમિત સમયાંતરે ગુજરાતીમાં આઈપીઓ સમિક્ષાની વિગતો પ્રકાશિત કરે છે, જેને સમગ્ર ગુજરાતમાં વ્યાપક સ્તર પર જોવામાં આવે છે.

ઈક્વિટીમાં ગુજરાત નવી ઓફર્સને વહેલા અપનાવતું હોવાનું જોવા મળ્યું છે. કંપનીના 25 ટકાથી વધુ ઈક્વિટી બ્રોકિંગ ગ્રાહકો ગુજરાતમાંથી આવે છે, જેઓ ઈટીએફ ધરાવે છે. ગુજરાતના ટોચના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા ગુજરાતના બધા જ યુઝર્સમાં 40 ટકાથી વધુનું યોગદાન આપે છે અને અમદાવાદ પેટીએમ મની માટે સમગ્ર દેશમાં ટોચના પાંચ શહેરોમાંથી એક તરીકે ઊભરી આવ્યું છે.

ડિજિટલ ગોલ્ડના સંદર્ભમાં બજારમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખવાનો કંપનીનો આશય છે અને તેણે આ પ્લેટફોર્મ મારફત 6,000 કિલો સોનાના ટ્રાન્ઝેક્શનનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. ડિજિટલ ગોલ્ડ વેલ્થ પોર્ટફોલિયોનો એક મહત્વનો ભાગ બન્યો છે, કારણ કે તે સલામત, 24 કેરેટ શુદ્ધ હોય છે અને તેમાં રૂ. 1થી લઈને રૂ. 1 કરોડ સુધીની ખરીદી સરળ છે અને યુઝર્સ હાજર સોનાની ડિલિવરી પણ લઈ શકે છે. કંપની ગુજરાતમાંથી 20 લાખથી વધુ ડિજિટલ ગોલ્ડ રોકાણકારો ધરાવે છે.

આ ઉપરાંત કંપની માસ્ટરક્લાસ જેવી પહેલો મારફત લોકોને શિક્ષિત કરીને નાણાકીય સમાવેશમાં જોડવા આતુર છે. કંપનીને અત્યાર સુધીમાં ઈટીએફ માસ્ટર ક્લાસ અને ફાઉન્ડેશન માસ્ટર ક્લાસ માટે અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. આ માસ્ટરક્લાસીસમાં 2000થી વધુ લોકોએ હાજરી નોંધાવી છે,

જ્યાં નિષ્ણાતોએ રોકાણકારોને ટ્રેડિંગની પાયાની બાબતો શીખવી છે અને ઈટીએફનું મહત્વ સમજાવ્યું છે. પેટીએમ મનીનો આશય તેની શિક્ષણ પહેલો મારફત મૂડી બજારમાં 10 લાખથી વધુ ભારતીયોને ટ્રેડ અને રોકાણ કરવા સક્ષમ બનાવવાનો છે.

પેટીએમ મનીના સીઈઓ વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં વેલ્થ મેનેજમેન્ટ વ્યાપક બને અને બધા જ લોકો તેને અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ભારતમાં સંપત્તિ સર્જનના મોરચે ગુજરાત મોખરે છે અને અમારા ટોચના ત્રણ બજારોમાં તેનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી સમાજે પેટીએમ મનીમાં દર્શાવેલા રસ બદલ અમે આભારી છીએ અને અમારું માનવું છે કે ગુજરાત અમારું ટોચનું બજાર બને તેવી સંભાવના છે.

અમારું માનવું છે કે ગુજરાતની વ્યાપક વૃદ્ધિ યુવાનો મારફત થઈ છે, જેઓ એક મોબાઈલ ફોન પર તેમની સંપત્તિનું સંચાલન કરવા માગે છે અને ઈક્વિટીને વહેલી તકે અપનાવી રહ્યા છે. અમે આગામી 18થી 24 મહિનામાં ગુજરાતમાં 30થી વધુ શહેરોમાં પહોંચ બનાવીશું અને સતત નવીન સુવિધાઓ પૂરી પાડીશું. સ્થિર, સલામત, વ્યાપક અને બધાને ગમે તેવું પ્લેટફોર્મ પૂરું પાડવું તે તો માત્ર શરૂઆત જ છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.