Western Times News

Gujarati News

બાઈક ઉપર સ્ટન્ટ કરતા યુવકની પોલીસે ધરપકડ કરી

સુરત, સુરતમાં છેલ્લા કેટલાક સામેથી કેટલાક યુવાનો પોતાઈ મોટર સાઇકલ સ્ટન્ટ કરતા જાેવા મળ્યા છે ત્યારે સુરતના ચંદ્રશેખ આઝાદ જિલાની બ્રિજ પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જાેખમ મુક્ત જાેવા મળ્યા છે.

જાેકે આવા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી અનેક વખત મેગ વચ્ચે આ યુવાનો બાઈક સ્ટન્ટ કરતો વિડીયો વાઇરલ થયો હતો. જાેકે, આ યુવકને બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરવો ભારે પડ્યો છે. પોલીસે આ મામલે બાઇક ચાલક યુવકની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્તામાંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જાેખમ મુક્તા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરતા યુવાનો સાથે, પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

દરમિયાન થોડા દિવસ પહેલાં સુરતના વેડરોડ અને રાંદેરને જાેડતા જીલાની બ્રિજ તરીકે ઓળખાતા ચંદ્રશેખર આઝાદ ઓવર બ્રિજ પર એક યુવાન રોંગ સાઈડ પોતાનું મોટર સાઇકલ હંકારીને આગળનું વ્હીલ ઉંચુ કરી પોતાની બાઇક પર સ્ટન્ટ કરો રોંગ સાઇડ બાઇક હંકારીને યુ ટર્ન લીધા બાદ બાઇકને સ્પીડમાં હંકાર્યા બાદ આગળનું વ્હીલ ઉંચું કરી સ્ટંટ કરતો હતો.

સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયેલા આ વીડિયો જાેઇ કેટલાક લોકોએ તેના સ્ટંટ માટે વાહવાહી કરી હતી. પરંતુ તેના આ પ્રકારના સ્ટંટથી માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્યના જીવને પણ જાેખમમાં મુકયા હતા. જેને પગલે લોકોએ ભારે ટીકા કરી આવા સ્ટંટબાજ વિરૂધ્ધ આકરા પગલા લેવાની કમેન્ટ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.