Western Times News

Gujarati News

પાર્થ ટાંક પ્રોડક્શન દ્વારા આવી રહી છે મનોરંજક અને અર્થપૂર્ણ ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર”

અમદાવાદ, પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર.ટાંક તથા પાર્થ જે.ટાંક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર” એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત છે. પ્રો.વિક્રમ પંચાલ તથા શૌનક વ્યાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પોસ્ટર, ટ્રેલર અને મ્યુઝિલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટીચર ઓફ ધ યર ફિલ્મના કલાકારોએ ધમાકેદાર ડાન્સ પર્ફાેર્મન્સ આપ્યું.

“ટીચર ઓફ ધ યર” ફિલ્મમાં શૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહિત ઘણાં ખ્યાતનામ કલાકારોએ પોતાના અભિનયના ઓજશ પાથર્યા છે. ફિલ્મનું મ્યુઝિક પ્રથમેશ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મનું એક સોન્ગ ખ્યાતનામ લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મની વાર્તામાં એક સ્કુલ બતાવવામાં આવી છે. જેમાં દર વર્ષે ટીચર ઓફ ધ યર માટેની પ્રતિસ્પર્ધા થાય છે. આ વર્ષે ૯ સ્પર્ધકો છે જેમણે ૨૦ સૌથી વધુ તોફાની વિદ્યાર્થીઓનો સામનો કરવો પડ્યો છે. શ્રેષ્ઠ શિક્ષક બનવા અને સ્પર્ધા જીતવા શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરવી પડશે અને સ્પર્ધામાં ટકી રહેવું પડશે. ફિલ્મના મુખ્ય અભિનેતા ટીચર તરીકે લેનાર પ્રતિસ્પર્ધીઓમાંથી એક છે. કોમેડી, ડ્રામા અને રોમાન્સનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવતી આ મનોરંજક અને અર્થપૂર્ણ ફિલ્મ ટીચર ઓફ ધ યર ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ વિશે જણાવતાં પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર.ટાંક તથા પાર્થ જે.ટાંકે કહ્યું કે, અન્ય ફિલ્મોની જેમ ટીચર ઓફ ધ યરએ ફક્ત પ્રોફિટેબલ વેન્ચર માટેની ફિલ્મ નથી. પરંતુ ફિલ્મ એક સામાજિક મેસેજ આપે છે. જે શિક્ષણ પર આધારિત છે. અમે અમારી આ ફિલ્મના પ્રોફિટનો ૧૦ ટકા ભાગ ગરીબ બાળકોના ભણતર માટે આપવાનું નક્કી કર્યું છે. અમારી સંસ્થા ટાંક એજ્યુકેશન ટ્રસ્ટએ હ્યુમન કાઈન્ડ, શ્વાસ અને સર્જન જેવાં એનજીઓ સાથે ભાગીદારી પણ કરી છે. ફિલ્મ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.