Western Times News

Gujarati News

બાયડના સોલંકી પુરા પાટિયા પાસે ડમ્પર સાથે કાર અથડાતા કારમાં આગ લાગતા યુવક જીવતો ભૂંજાયો 

અરવલ્લી જીલ્લામાં વધુ એક કારમાં આગ લાગવાની ઘટનામાં બાયડના તેનપુર ગામના આશાસ્પદ યુવક કારમાં ભડથું થઇ જતા હાહાકાર મચ્યો હતો બાયડના સોલંકી પુરા પાટીયા નજીક કાર ડમ્પર સાથે અથડાયા પછી કારમાં આગ લાગતા ભડભડ સળગી ઉઠતા કારમાં સવાર   યુવક ગણતરીની સેકંડમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી હતી  ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે લોકના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા પણ કારમાં લાગેલી ભીષણ આગના પગલે કાર સવાર લોકોને બચાવવાની કોઈ હિંમત કરી શક્યું ન હતું તેનપુરનો આશાસ્પદ યુવક આગમાં ખાખ થતા બાયડ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે બાયડના તાલુકાના તેનપુર ગામના કિશનભાઈ રાજેશભાઈ પટેલ પટેલ કાર લઇ કામકાજ અર્થે નીકળ્યા હતા  ત્યારે સોલંકીપુરા ગામ નજીકથી પસાર થતા કાર ચાલક યુવકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી પસાર થતા  ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી ડમ્પર સાથે ટક્કરથી કારમાં  ભયંકર આગ લાગતા કાર ગણતરીના સેકંડોમાં આગમાં ખાખ થઇ જતા અકસ્માત બાદ કાર લોક થઇ જતા કાર ચાલક યુવક કિશન પટેલ બહાર ન નીકળી શકતા આગમાં ખાખ થઇ જતા ભારે ચકચાર મચી હતી કારમાં લાગેલી ભયાવહ આગના પગલે કાર ચાલક યુવકને બચાવવા લોકો નિઃસહાય બન્યા હતા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતના પગલે યુવકના પરિવારજનો અકસ્માત સ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.