Western Times News

Gujarati News

યુ ગ્રો કેપિટલે 5 નવી શાખા સાથે ગુજરાતમાં એના નેટવર્કનું વિસ્તરણ કર્યું

માર્ચ, 2022 સુધીમાં 10,000 લઘુ વ્યવસાયોને સહાય કરવાનો ઉદ્દેશ

બરોડા, હિમતનગર, મહેસાણા, નડિયાદ અને ઓઢવમાં શાખાઓ ઉમેરી

બીએસઇ લિસ્ટેડ, નાનાં વ્યવસાયોને ધિરાણ આપવા પર કેન્દ્રિત ફિનટેક પ્લેટફોર્મ યુ ગ્રો કેપિટલે આજે ગુજરાતમાં પાંચ નવી શાખાઓ ઉમેરીને એના નેટવર્કનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. વિતરણ ચેનલ ‘ગ્રો માઇક્રો’  બરોડા, હિમતનગર , મહેસાણા,  નડિયાદ,  ઓઢવ અને નજીકના સ્થળોમાં અસંગઠિત સૂક્ષ્મ વ્યવસાયોને લોન આપશે.

કંપનીનાં આંતરિક અભ્યાસમાં જાણકારી મળી છે કે, ગુજરાત સૂક્ષ્મ ધિરાણના સેગમેન્ટમાં ખાસ કરીને વિસ્તરણની પ્રચૂર તકો પૂરી પાડે છે. ગુજરાતના સંપૂર્ણ ટાર્ગેટ સેગમેન્ટની સંભવિતતામાં ઓળખ કરાયેલા પાંચ બજારો અંદાજે 34 ટકા સંભવિતતા પૂરી કરશે, જે કંપનીને એની પહોંચ અસરકારક રીતે વધારવાની સુવિધા આપશે. ઓળખ કરાયેલા બજારોમાં અને એની આસપાસ 1 મિલિયનથી વધારે સૂક્ષ્મ ઋણધારકો છે.

J Sathiayan CBO, U-GRO Capital

આ સૂક્ષ્મ ઋણધારકોનો નોંધપાત્ર હિસ્સો પર્યાપ્ત ડોક્યુમેન્ટ્સની અનુપલબ્ધતા અને અપર્યાપ્ત ડેટાબેઝને કારણે ઔપચારિક રીતે મૂડી મેળવવાની સમસ્યાનો સામનો કરે છે. કંપનીનો ઉદ્દેશ આ રાજ્યમાં નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં આશરે 10,000 આ પ્રકારના લઘુ વ્યવસાયો માટે ધિરાણની જરૂરિયાત પૂરી કરવાનો છે.

ગુજરાતમાં યુ ગ્રો કેપિટલ કિરાના સ્ટોર્સ, મેડિકલની દુકાનો, હેર સલોન વગેરે જેવા ઋણધારકો સ હિત અન્ય ઓળખ કરાયેલા લક્ષિત વ્યવસાયો વચ્ચે ધિરાણ પૂરું પાડશે.

ગુજરાત ઉપરાંત યુ ગ્રો કેપિટલે તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુ એમ ચાર રાજ્યોમાં એની શાખાઓની સંખ્યા વધારી છે, જ્યાં કુલ 20 નવી શાખાઓ ખોલી છે.

‘ગ્રો માઇક્રો’ ફ્લેગશિપ અંતર્ગત આ ભૌગોલિક વિસ્તરણ સાથે કંપનીનો ઉદ્દેશ સૂક્ષ્મ વ્યવસાયોને ઓછી રકમની લોન – પ્રોપર્ટી સામે લોન તેમજ અનસીક્યોર્ડ લોન પ્રદાન કરવાનો છે.

એનાથી એમએસએમઇને રોકડ પ્રવાહની સમસ્યાનું સમાધાન કરીને કાર્યકારીની મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમને કામગીરી જાળવવા તેમજ રોગચાળા પછીના ગાળામાં સ્થિરતા મેળવવામાં મદદરૂપ થશે. એનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં સમગ્ર દેશમાં 50,000 લઘુ વ્યવસાયો સુધી પહોંચવાનો છે, ત્યારે એની શાખાનું નેટવર્ક 100 લોકેશન સુધી ફેલાવવાનો છે.

કંપની 8 ક્ષેત્રો અને 38 પેટા-ક્ષેત્રોમાં એમએસએમઇને ધિરાણ ઓફર કરે છે, જે માટે કંપનીએ ક્રિસિલ જેવા બજારની નિષ્ણાત સંસ્થા સાથે સમન્વયમાં બૃહદ અને સૂક્ષ્મ આર્થિક માપદંડોનો વિસ્તૃત અભ્યાસ 18 મહિના કરીને આ પસંદગી કરી છે. કંપની મજબૂત અને અતિ સક્ષમ ટેકનોલોજી સંચાલિત અંડરરાઇટિંગ મોડલ ધરાવે છે, જે માટે એણે પેટન્ટ પણ ફાઇલ કરી છે. ડીપ ડિજિટલ આર્કિટેક્ચર અને ટેકનોલોજીકલ ક્ષમતાઓ સાથે કંપની ઝડપી અને સુવિધાજનક રીતે ધિરાણ પૂરું પાડશે.

આ વિસ્તરણ વિશે યુ ગ્રો કેપિટલના ચીફ બિઝનેસ ઓફિસર 8 સથૈયન જયચંદ્રને કહ્યું હતું કે, “ગુજરાતમાં અમારા શાખાના નેટવર્ક અને ગ્રો માઇક્રોની પહોંચ વધારીને અમે ધિરાણની સુવિધાથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા લઘુ વ્યવસાયોની ધિરાણ મેળવવાની સમસ્યાનું સમાધાન કરવાની અમારી ફિલોસોફીને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ પહેલ અંતર્ગત અમારો ઉદ્દેશ રાજ્યમાં 10,000થી વધારે લઘુ વ્યવસાયોને અમારી કસ્ટમાઇઝ ક્રેડિટ ઓફર પ્રદાન કરવાનો છે. અમારો આશય ઓળખ કરેલા 5 રાજ્યોમાં અમારા અનુભવનો ઉપયોગ કરવાનો તથા નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં અમારા શાખાના નેટવર્કમાં વધુ 75 શાખાઓ ઉમેરવાનો છે. અમને વિશ્વાસ છે કે, આ પહેલ સરકારના ‘આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમને ટેકો આપશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.