Western Times News

Gujarati News

પેરીસ સહિત કેટલાક વિસ્તારોમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત

પેરિસ: કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વિશ્વના ઘણા દેશોમાં જાેવા મળી રહ્યો છે. આ જાેતા, ઘણા પ્રભાવિત દેશોએ ફરીથી લોકડાઉન જાહેર કર્યું છે. આ શ્રેણીમાં ફ્રાન્સે રાજધાની પેરિસ અને અન્ય પ્રદેશોમાં એક મહિના માટે મર્યાદિત લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન શાળાઓ અને આવશ્યક દુકાનો ખુલ્લી રહેશે. ફ્રેન્ચ મીડિયા દ્વારા આ માહિતી સામે આવી છે.

ગયા મહિને ફેબ્રુઆરીમાં ફ્રાન્સના ઉત્તરીય ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ આંશિક લોકડાઉન લાદવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં નવેમ્બર ૨૦૨૦ પછી, કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધવાની શરૂઆત થઈ. વર્લ્‌ડઓમીટરના ડેટા અનુસાર, અહીં સુધીમાં અત્યાર સુધીમાં ૯૧ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૪૧ લાખથી વધુ છે. ફ્રાન્સમાં બુધવારે ૩૮ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ૨૪૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ફ્રાન્સ છઠ્ઠા ક્રમે છે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં કોરોના વાયરસના ફરીથી આવેલા નવા સ્ટ્રેનને કારણે કારણે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેનાથી હોસ્પિટલના આઈસીયુ બેડ એકાએક ઓછા પડવા લાગ્યા છે. કોવિડ -૧૯ રસીના મર્યાદિત પુરવઠાને કારણે રસીકરણ અભિયાન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.

સપ્તાહના અંતે દર્દીઓને ખાસ તબીબી વિમાન દ્વારા પેરિસથી ઓછા પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ એજન્સીના વડા જેરોમ સોલોમનએ રવિવારે કહ્યું હતું કે જાે અમારે લોકડાઉન કરવું પડે તો અમે પણ આવું કરીશું. પરિસ્થિતિ જટિલ છે અને પેરિસ ક્ષેત્રમાં તે વધુ વિકટ બની રહી છે.સોલોમેને સ્વીકાર્યું હતું કે ૬ વાગ્યા પછી દેશવ્યાપી કર્ફ્‌યુ કેટલાક વિસ્તારોમાં સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે પૂરતો નથી. આ પૂરતું ન હતું, ખાસ કરીને બ્રિટનમાં ઉભરેલા નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.