Western Times News

Gujarati News

ધૈર્યરાજસિંહ માટે મોરબીથી ૪૪ લાખથી વઘુ એકઠા થયા

મોરબી: ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ એમએમએ-૧ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. ૧૬ કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની મદદ માટે દેશભરમાંથી લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક લોકો પણ આગળ આવ્યા છે અને યથાશક્તિ મુજબ આર્થિક યોગદાન આપ્યું છે.ખાસ કરીને કરણી સેનાએ આ માટે મુહિમ શરૂ કરી છે.

મોરબી કરણી સેના દ્વારા મોરબીના તમામ સમાજને સાથે રાખીને ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દાન એકત્ર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કરણી સેના તમામ સમાજ સાથે મીટીંગ કરી સંકલન સાધીને મદદ માટે આગળ આવવાની હાકલ કરી છે.તેમજ ફાળો ઉઘરાવીને મોટું ભંડોળ જમા કરવામાં આવશે.

આ બાળકને મદદરૂપ થવા માટે અંદાજે રૂ.૪૪ લાખથી વધુ નો ફાળો રકમ એકત્ર કરવામાં આવ્યો છે. આ ફાળો બાદમાં ગુજરાત કરણી સેનાના હોદેદારોના માર્ગદર્શન મુજબ એ રકમ બાળકને ડોનેટ કરવામાં આવશે. હાલ પણ મોરબી કરણી સેના દ્વારા મોરબીટંકારા હળવદ વાંકાનેર માળીયા સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી ફાળો એકત્ર કરવાનું ચાલુ રાખવામાં આવ્યું વછે ત્યારે આગામી સમયમાં ધૈર્યરાજ માટે હજુ પણ મોરબીમાં થી મોટી રકમ એકત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.