Western Times News

Gujarati News

બેંકો દ્વારા પુરૂં વ્યાજ માફ ન કરાય, બેંકોને રાહત, નાગરિકોને આફત

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંપૂર્ણ વ્યાજને માફ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી બેંકોને રાહત મળી છે. બીજી બાજુ, સંપૂર્ણ રીતે વ્યાજ માફીની માંગ કરી રહેલા રિયલ એસ્ટેટ જેવી અનેક સેક્ટરની કંપનીઓને ઝટકો લાગ્યો છે.

જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે ઇકોનોમિક પોલીસી મામલે દખલ ન કરી શકે. તે નક્કી નહીં કરે કે કોઇ પોલીસી યોગ્ય છે કે નહી. કોર્ટ ફક્ત તે નક્કી કરી શકે છે કો કોઇ પોલીસી કાયદા સંમત છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે સરકારનો પક્ષ સમજતા કહ્યુ કે, કોરોના મહામારી ફક્ત કંપનીઓને જ નહીં, સરકારને પણ નુકસાન થયુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, તે સરકાર અને રિઝર્વ બેંક પર દબાણી કરી શકે નહીં.

કેંન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ આપ્યુ છે. આ દસ્તાવેજાેમાં સ્પષ્ટ રીતે કહેવાયુ છે કે, સરકારે અલગ અલગ સેક્ટર્સમાં યોગ્ય રાહત પેકેજ આપ્યુ છે. હાલની મહામારીની વચ્ચે એ સંભવ નથી કે, આ સેક્ટર્સને વધારે રાહત આપવામાં આવે.

કેન્દ્ર સરકારે એવુ પણ કહ્યુ હતું કે, જાહેર હિતની અરજીના માધ્યમથી ક્ષેત્ર વિશેષ માટે રાહતની માગ કરી શકાય છે. કેન્દ્ર સરકારે એફિડેવિટ મુદ્દે ૨ કરોડ સુધીની લોન માટે વ્યાજ પર વ્યાજ માફ કરવા ઉપરાંત કેટલીય રાહત અર્થવ્યવસ્થા અને બૈંકીંગ ક્ષેત્ર માટે હાનિકારક છે.

આ તે જ કેસ છે જેમાં સરકારે બેંક લોનધારકોને ઈએમઆઈ ચુકવવા પર મોટી રાહત આપી હતી. હકીકતમાં ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકે લોન આપનારી કંપનીઓને મોરોટોરિયમ આપવાની વાત કહી હતી, જેને ૩૧ ઓગસ્ટ સુધી વધારવામાં આવી.

લોન ચુકવણી પર રાહત આપ્યા બાદ આરબીઆઈએ બેંકોને કહ્યું કે તે લોનનું વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ કરે અને તેને એનપીએ ઘોષિત ન કરે. તે અંતર્ગત તે જ કંપનીઓ અને લોનધારકોને સામેલ કરવામાં આવે, જે ૧ માર્ચ ૨૦૨૦થી ૩૦થી વધુ દિવસ સુધી ડિફોલ્ટ નથી થયા. કોર્પોરેટ લોનધારકો માટે બેંક ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી રિઝોલ્યુશન પ્લાન લાવે અને ૩૦ જૂન ૨૦૨૧ સુધી લાગુ કરે. ૨૨ મેએ આરબીઆઈએ પોતાની એમપીસી બેઠકમાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમને ત્રણ મહિના માટે વધારવામાં આવી રહી છે, એટલે કે તેને ૬ મહિના માટે કરી દેવામાં આવી છે.

વર્ષ ૨૦૨૦ માર્ચ-ઓગસ્ટ દરમિયાન મોરેટોરિયમ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લોકોને આપવામાં આવ્યો, પણ તેમની ફરિયાદ હતી કે, હવે બેંક બાક રકમ પર વ્યાજ ઉપર વ્યાજ લગાવી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને આ સવાલ પૂછ્યો હતો કે, સ્થગિત હપ્તા પર વધારે વ્યાજ કેમ લેવામાં આવે છે. તો સરકારે પોતાના જવાબમાં કહ્યુ કે, ૨ કરોડ રૂપિયા સુધીના વ્યાજ માટે બાકી હપ્તામાં વ્યાજ પર વ્યાજ નથી લગાવામાં આવતું. સરકારે આ પ્રસ્તાવમાં ૨ કરોડ રૂપિયા સુધીના એમએસએમઈ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ બાકી, કાર ટૂ વ્હીલર લોન અને પર્સનલ લોન શામેલ છે. આ વ્યાજ માફીનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવે અને લગભગ ૭ હજાર કરોડ રૂપિયા ખર્ચ પણ કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.