Western Times News

Gujarati News

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો

Files Photo

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૨૪ દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે.

આજે પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૦.૯૯ રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ ૮૧.૩૦ રૂપિયા થઈ ગયો છે. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જાેવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ ૧૫ દિવસમાં ૧૦ ટકા ગગડી ગયો છે.

યૂરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગમાં ઘટાડાની શક્યતા છે. તેને કારણે કાચા તેલની કિંમત ૭૧ ડૉલર પ્રતિ બેરલની ઊંચાઈથી ઘટીને ૬૪ ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.