Western Times News

Gujarati News

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતી તમામ બસોમાં મુસાફરોનો ટેસ્ટ ફરજીયાત

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

ગુજરાત એસટી વિભાગનો મહત્વનો નિર્ણય- રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ અપાશે

સુરત,  ગુજરાતમાં હાલમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. તેમાં પણ સુરત શહેરમાં સૌથી વધુ કેસો સામે આવે છે. ગુજરાતમાં હાલમાં આવતા કેસોને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આજે ગુજરાત એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતી તમામ એસટી બસોમાં બેસેલા મુસાફરોનો ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુસાફરનો રિપોર્ટ નેગેટિવ આવશે માત્ર તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દરરોજ મહારાષ્ટ્રથી ૬૦ જેટલી બસો આવે છે.

ચૂંટણી બાદ કોરોનાએ ફરી ઉછાળો માર્યો છે. હાલમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. તેમાં પણ સૌથી વધુ કેસો સુરત શહેરમાં આવી રહ્યા છે. આખા ગુજરાતમાં આવતા કુલ કેસોમાં ત્રીજા ભાગના કેસો માત્ર સુરત શહેર-જિલ્લાના છે. મહારાષ્ટ્રથી આવતા લોકોમાં ખુબ મોટા પ્રમાણમાં કેસો આવતા હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરમાં તથા અન્ય શહેરોમાં મહારાષ્ટ્રથી આવતા લોકોમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આજે ગુજરાત એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતી તમામ એસટી બસોમાં બેસેલા મુસાફરોના ફરજીયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે માત્ર તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રથી દરરોજ ૬૦ જેટલી એસટી બસો સુરતમાં પણ આવે છે. આ તમામ બસોમાં હવેથી ફરજીયાત ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.