Western Times News

Gujarati News

એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના તેના પીક ઉપર હશે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે ચિંતાનું કારણ બની રહ્યા છે આવામાં કોરોનાના કેસને ડામવા માટેના પ્રયાસો શરુ થઈ ગયા છે જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં પણ કોરોનાના કેસને વકરતા અટકાવવા માટે પગલા ભરવાનું શરુ કરી દીધું છે. આમ છતાં જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે. જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે તેવી સંભાવના એક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બીજી લહેર લાંબી ચાલશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્‌સમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક રિસર્ચ ટીમના રિપોર્ટમાં બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી રહેવાની સંભાવના કરવામાં આવી છે. જેમાં ૧૫ ફેબ્રુઆરીથી બીજી લહેરની ગણતરી કરવામાં આવે તો તેની અસર મે સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જાે ૨૩ માર્ચના રોજ ભારતમાં નોંધાયેલા કોરોના કેસને અનુલક્ષીને વાત કરીએ તો બીજી લહેર દરમિયાન ૨૫ લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

૨૮ પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે સ્થાનિક સ્તર પર લગાવવામાં આવેલા ‘લોકડાઉન કે નિયંત્રણો’થી કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ છે પરંતુ મોટા પ્રમાણમાં લોકો સુધી રસી પહોંચાડવામાં આવે તે એકમાત્ર ‘ઉપાય’ છે કે જેનાથી કોરોના મહામારી સામે લડી શકાશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જાેતા એપ્રિલના બીજા પખવાડિયામાં બીજી લહેર તેના પીક પર પહોંચી શકે છે. આ સાથે રાજ્યોમાં કોરોના કેસને કાબૂમાં લેવા માટે લગાવવામાં આવેલા નિયંત્રણો કે લોકડાઉનના યોગ્ય પરિણામ આગામી મહિનાથી જાેવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં બુધવારે નોંધાયેલા નવા કેસના આંકડાએ ૫ મહિના જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુધવારે દેશમાં ૫૩,૩૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા દેશમાં ૨૩ ઓક્ટોબરના રોજ ૫૪,૩૫૦ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા.

ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કારણે ૨૦૦ કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, બુધવારે દેશમાં કોરોનાના કારણે ૨૪૮ લોકોના જીવ ગયા છે. જાેકે, મંગળવારે નોંધાયેલા ૨૭૬ કરતા પાછલા ૨૪ કલાકનો આંકડો નીચો રહ્યો છે. ૨૩ ઓક્ટોબરે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે એક દિવસમાં નોંધાયા મૃત્યુ ૧૦૦૦ને પાર થયા હતા. જ્યારે ૨૪ માર્ચે એક દિવસના મૃત્યુઆંક ૬૬૫ પર પહોંચ્યા હતા. ૨૩ ઓક્ટોબરના રોજ એક્ટિવ કેસનો આંકડો ૬,૮૬,૭૯૨ પર પહોંચ્યો હતો, પરંતુ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ઝડપથી તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. હાલ નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી એક્ટિવ કેસનો આંકડો ૨૪ માર્ચના રોજ ૩,૯૫,૧૯૨ પર પહોંચી ગયો છે. પાછલા ૬ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં એક લાખ જેટલો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.