Western Times News

Gujarati News

બનાસકાંઠામાં ૯ ગામના લોકોને તળાવ માટે જગ્યાની ફાળવણી થઈ

કલેકટર આનંદ પટેલના નિર્ણયથી પાંચ તાલુકાના ૯ ગામના લોકોને તળાવ માટે જગ્યા મળી

(માહિતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં ઘણા વર્ષો પછી મહેસૂલી તંત્ર દ્વારા તળાવો માટે જમીન નીમ કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના આ ર્નિણયથી વડગામ, પાલનપુર, કાંકરેજ, ડીસા અને દાંતા એમ કુલ-૫ તાલુકાના ૯ ગામોના લોકોને જુદા જુદા ૧૦ જેટલાં સર્વે નંબરોમાં કુલ ક્ષેત્રફળ હે. ૧૮-૯૫-૭૦ ચો.મી. જમીન તળાવ માટે નીમ કરવામાં આવતા તળાવ માટેની કાયમી જગ્યા મળી છે.

આજ તા.૧ લી એપ્રિલથી શરૂ થઇ રહેલા સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં આ તળાવોને ગ્રામજનો ઉંડા કરાવી શકાશે. જે તળાવ ચોમાસાની ઋતુમાં ભરાય તેનાથી ગામની ભૂગર્ભ જળ સપાટી ઉપર આવશે તથા ગામની સુંદરતમાં પણ વધાર થશે. જિલ્લાના પાંચ તાલુકાના ૯ ગામમાં તળાવો માટે જમીન નીમ કરવામાં આવતા આ ગામના લોકોમાં આનંદ અને ખુશીની લાગણી પ્રસરી છે તથા કલેકટરશ્રીના આ ગ્રામવિકાસના ર્નિણયની ગ્રામજનો પ્રસંશા કરી રહ્યા છે.

નીમ કરવામાં આવેલ તળાવોની વિગત આ પ્રમાણે છે. વડગામ તાલુકામાં જલોત્રા ગામે સર્વે નં. ૨૧૧, ક્ષેત્રફળ- ૩-૦૦-૦૦, પાંચડા સર્વે નં.૫૫૧, ક્ષેત્રફળ- ૨-૦૦-૦૦, પાલનપુર તાલુકામાં કરજાેડા સર્વે નં.૬૫, ક્ષેત્રફળ- ૨-૪૧-૪૧, કાંકરેજ તાલુકામાં ઇન્દ્રમણા સર્વે નં.૫૨૧, ક્ષેત્રફળ- ૩-૦૦-૦૦, ડીસા તાલુકામાં ભાચલવા ગામમાં સર્વે નં. ૧૦૧૮, ક્ષેત્રફળ- ૩-૦૦-૦૦, વિરૂણા સર્વે નં.૧૭૬, ક્ષેત્રફળ- ૩-૦૦-૦૦, બુરાલ સર્વે નં.૧૨૮૬, ક્ષેત્રફળ- ૦-૮૦-૫૧, દાંતા તાલુકામાં ગંછેરા ગામમાં સર્વે નં. ૧૩૨, ક્ષેત્રફળ- ૦-૪૦-૪૭, વાઘડાચા સર્વે નં. ૧૩, ક્ષેત્રફળ- ૦-૫૩-૩૧ અને સર્વે નં.૬૩ ક્ષેત્રફળ- ૦-૮૦-૦૦ ચો.મી. જમીનનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.