Western Times News

Gujarati News

યુપીનો ખૂંખાર ગેંગસ્ટર અમદાવાદની જેલમાં બંધ છે

અમદાવાદ: ઉત્તરપ્રદેશનો પૂર્વ સાંસદ અને માફિયા હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. હત્યા, અપહરણ, ખંડણી માંગવા સહિત અનેક મોટા ગુનાઓ જેના પર લાગેલા છે તેવા અતીક અહેમદને ઉત્તરપ્રદેશની નૈની સેન્ટ્રલ જેલમાંથી ગુજરાતની જેલમાં પોણા બે વર્ષ પહેલાં ટ્રાન્સફર કરાયો હતો. અમદાવાદની જેલમાં બંધ આ ખૂંખાર ગેગસ્ટરની એકે એક ગતિવિધિઓ પર જેલ પોલીસ નજર રાખી રહી છે.

૩ જૂન ૨૦૧૯ના રોજ એટલે કે અંદાજે પોણા બે વર્ષ પહેલાં, ઉત્તરપ્રદેશના માફિયા ગેંગસ્ટર અતીક અહેમદને કડકસુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદની જેલમાં લવાયો હતો. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આટલા વર્ષોથી અતીક અહેમદને જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાં બંધ રાખવામાં આવ્યો છે. જ્યાં એસઆરપીના સુરક્ષા કર્મીઓ સાથે જેલના સુરક્ષા કર્મીઓ તેની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. માત્ર ૧૮ વર્ષની ઉંમરથી જ હત્યાના ગુનાથી જુર્મની દુનિયામાં પગ મૂકનાર અતીકનો ગુનાહિત ઇતિહાસ એટલો જ ખતરનાક છે. તેના પર અપહરણ, ધમકી અને ખંડણી ઉઘરાવવા સહિતના મોટા મોટા ૧૦૦થી વધુ ગુનાઓનું લાબું લીસ્ટ છે.

સાબરમતી જેલમા બંધ અતીક અહેમદની દિન ચર્યા વિશે જાે વાત કરવામાં આવે તો અતીકને સવારે નાસ્તો બપોરે અને રાત્રે ભોજન તેમજ સાંજે ચા આપવામાં આવે છે. અતિકને બપોરે ૧૨થી ૩અને સાંજે ૬થી સવારે ૬ વાગ્યા સુધી જેલમાં બંધ રાખવામાં આવે છે. બાકીનો સમય તે હાઈ સિક્યુરિટી ઝોનમાં હરી ફરી શકે છે. પરંતુ તેમ છતાં સુરક્ષા કર્મીઓ સતત તેની હિલચાલ પર નજર રાખે છે.

એટલુંજ નહિ અતીકને જે હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવ્યો છે ત્યાંના દર અઠવાડિયામાં સુરક્ષા કર્મીઓનો સ્ટાફ બદલી નાખવામાં આવે છે. અતીક અહેમદ પોતે ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યો છે. દર બે દિવસએ તેનું મેડિકલ ચેકઅપ થતું રહે છે. જાે તેને સામાન્ય તકલીફ હોય તો ડોકટર જેલમાં જ બોલાવવામાં આવે છે. જાે કોઈ ઈમરજન્સી હોય તોજ આવા ખૂંખાર કેદીઓને બહાર કાઢવાના હોય છે. પરંતુ હજુસુધી અતીકને બહાર કાઢવાની જરૂરીયાત ઉભી થઇ નથી. મહિનામાં એક કે બે વાર તેના વકીલ તેને મળવા આવતા હોય છે. જાેકે જ્યારે તેના પરિવાર જનો મુલાકાત માટે આવે ત્યારે પણ સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે જ તેને પરિવારને મળવા દેવામાં આવે છે અને સ્ટાફ સમજી શકે તે ભાષામાં વાત કરવાની ફરજ પાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.