Western Times News

Gujarati News

ઓયો ઇન્ડિયાની પાર્ટનર એડવાઇઝરી કાઉન્સિલની બેઠક યોજાઈ

નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2019: ભારત અને દક્ષિણ એશિયાની સૌથી મોટી હોટેલ્સ, હોમ્સ અને સ્પેસની ચેઇન ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે ઓયો પાર્ટનર એંગેજમેન્ટ નેટવર્ક (OPEN)નાં નેજા હેઠળ દિલ્હીમાં એની પ્રથમ પાર્ટનર એડવાઇઝરી કાઉન્સિલની બેઠકનું આયોજન કર્યું હતું, જે દેશમાં 10,000થી વધારે એસેટ ઑનર્સ સાથે જોડાણ વધારવા અને તેમને સપોર્ટ કરવાની લાંબા ગાળાની ચાલુ વર્ષની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે યોજાઈ હતી.

OPENનાં નેજાં હેઠળ આયોજિત આ પ્રથમ પાર્ટનર એડવાઇઝરી કાઉન્સિલ ઓયો હોટેલનાં માલિકો, ઓયો ભારત સાઉથ આફ્રિકા લીડરશિપ અને થર્ડ પાર્ટી પોલીસ અને કાયદેસર નિષ્ણાતોને દેશમાં ઓયો હોટેલ્સ નેટવર્કનાં હિતોનું પ્રતિનિધિત્વ કરવાની વિશિષ્ટ તક પ્રદાન કરે છે તેમજ ભારતમાં હોસ્પિટાલિટી ઉદ્યોગનાં ભવિષ્યને દોરતાં ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં પરિબળો પર ચર્ચા કરવા અને નિર્ણય લેવા પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

ઓયો ઇન્ડિયા પાર્ટનર એડવાઇઝરી કાઉન્સિલની હાલની પ્રથમ બેઠકમાં નીચેનાં સભ્યો સામેલ છે:

  • શ્રી વિનોદ ઝુત્શી, આઇએએસ, પ્રવાસન મંત્રાલયનાં ભૂતપૂર્વ સચિવ
  • શ્રી વી કે દુગ્ગલ, આઇએએસ, ભૂતપૂર્વ ગૃહ સચિવ તથા મણિપુર અને મિઝોરમનાં ભૂતપૂર્વ રાજ્યપાલ
  • શ્રી એન આર વાસન, આઇપીએસ, બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ
  • શ્રીમતી કિરન પ્રભાકર, પાર્ટનર અને સ્થાપક, પીએવી લૉ ઓફિસીસ
  • શ્રી અનુપ બોર્થાકુર, એસેટ ઑનર, જોરહાટ, અસમ
  • શ્રી રવિ ટાક, એસેટ ઑનર, જયપુર
  • શ્રી અમોલ ધીર, એસેટ ઑનર, આગ્રા
  • શ્રી ઉત્તમ ઇચાકે, એસેટ ઑનર, પૂણે
  • શ્રી આદિત્ય ઘોષ, સીઇઓ, ઓયો ઇન્ડિયા અને સાઉથ એશિયા
  • શ્રી રાકેશ પ્રસ્ટિ, જનરલ કાઉન્સેલ, ઓયો
  • શ્રી આયુષ માથુર, ચીફ સપ્લાય ઓફિસર, ઓયો ઇન્ડિયા અને સાઉથ એશિયા

L to R – Mr. Aditya Ghosh, CEO, OYO India and South Asia_ Mr. V.K.Duggal, IAS, Former Home Secy and Manipur, Mizoram Governor) and Rakesh Prusti, General Counsel, OYO-min


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.