Western Times News

Gujarati News

મંગળવારથી વલસાડમાં ૧૦ દિવસ સંપૂર્ણ લોકડાઉન

૧૦ દિવસનું લોકડાઉન શરૂ થશે અને તેમાં તમામ લોકોને સહયોગ આપવા માટે વલસાડ કલેક્ટરે અપીલ કરી હતી

વલસાડ ઃ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા તંત્ર અને વેપારી એસોસીએશન સહિતના મેડિકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ૧૦ દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે.

જે મુજબ આવતી ૨૦ તારીખ એટલે કે મંગળવારથી ૧૦ દિવસ સુધી વલસાડ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ લોક ડાઉન પાડવામાં આવશે. આજે વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વલસાડના જિલ્લાના ધારાસભ્યો કનુભાઇ દેસાઇ, ભરત પટેલ સહિત જિલ્લાના વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત જિલ્લાના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અગ્રણી તબીબો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવા રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, કલેકટર, આરોગ્ય વિભાગ, વેપારી એસોસીએશનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને મેડિકલ એસોસિએશનના સંયુક્ત ચર્ચા ના ભાગરૂપે તમામ લોકોએ જિલ્લામાં આગામી ૧૦ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનનો ર્નિણય લીધો હતો.

જાેકે મંગળવારથી ૧૦ દિવસ સુધી શરૂ થનારા લોકડાઉનના પિરિયડ દરમિયાન જિલ્લામાં આવશ્યક સેવાઓ દૂધ શાકભાજી જેવી ચાલુ રાખવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને તમામ લોકોએ સહયોગ આપવાની ખાતરી આપી છે. વધુમાં વલસાડ જિલ્લાના ધરમપુર, વલસાડ અને વાપીમાં ૧૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જેમાં ઓક્સિજન અને અન્ય જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો હોય અને પૂરતા મેડિકલ સ્ટાફ સાથે કોવીડવ કેર સેન્ટર ઉભા કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લામાં મંગળવારથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ થશે અને તેમાં તમામ લોકોને સહયોગ આપવા માટે વલસાડ કલેક્ટરે અપીલ પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.