Western Times News

Gujarati News

આરોગ્ય કર્મીની પોલીસ સાથે બબાલ-મેં રસીના બે ડોઝ લીધા છે, માસ્ક પહેરવાની જરૂર નથી

Files Photo

માસ્ક નહીં પહેરવા બાબતે દલીલ કરી રહેલા આરોગ્ય કર્મીની હરકતને પોલીસે મોબાઇલના કેમેરામાં રેકોર્ડ કરી

સેલવાસ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના એક આરોગ્ય કર્મચારી અને પોલીસકર્મીનો માસ્ક પહેરવા બાબતે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે.

જેમાં આરોગ્ય વિભાગનો એક કર્મચારી હોસ્પિટલમાંથી બહાર નીકળી અને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે જ તેણે માસ્ક નહિ પહેર્યું હોવાનું જાેતા ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મીએ આરોગ્ય કર્મચારીને રોક્યો હતો. અને માસ્ક નહિ પહેરવા બાબતે ટકોર કરી હતી..

જાેકે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો હોવા છતાં પણ આ કર્મચારીએ એ પોતે માસ્ક નહીં પહેર્યું હોવા છતાં પણ બિનજરૂરી રીતે પોલીસ કર્મી સાથે વિવાદમાં ઉતરે છે. અને પોલીસકર્મી જ્યારે તેને માસ્ક કેમ નથી પહેર્યું ?? તેવો સવાલ કરતા જ આરોગ્ય કર્મચારી પોતે કોઈ અધિકારી સાથે પોલીસકર્મીની વાત કરવા જણાવી. શરૂઆતમાં પોલીસકર્મી પર રોફ જમાવવાનો પ્રયાસ કરે છે.

આથી માસ્ક નહીં પહેરવા બાબતે દલીલ કરી રહેલા આરોગ્ય કર્મીઓની હરકતને પોલીસકર્મી મોબાઇલના કેમેરામાં રેકોર્ડ કરી લે છે. તેમ છતાં આરોગ્ય કર્મચારીએ પોતે રસીના બંને ડોઝ લઈ લીધા છે. આથી પોતાને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી આવી બિનજરૂરી વ્યર્થ દલીલ કરી અને પોલીસ કર્મીને દબલાવવા નો પ્રયાસ કરે છે.

પરંતુ પોલીસકર્મી તમામ હરકતનો વીડિયો રેકોર્ડ કરી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે છે. આથી પોલીસે માસ્ક નહીં કર્યું હોવા છતાં પણ પોલીસકર્મી સાથે વિવાદમાં ઉતરેલા આરોગ્યકર્મચારીની ગરમી ઉતારવા માસ્ક નહિ પહેરવા બાબતે પોલીસએ દંડ ફટકાર્યો હતો. અને આરોગ્ય કર્મચારીની શાન ઠેકાણે લાવે છે.

શરૂઆતમાં માસ્ક નહિ પહેરવા પોલીસકર્મી સામે ખોટી દલીલ કરતા આ આરોગ્ય કર્મચારીને કાયદાનું ભાન કરાવ્યું હતું. અને પોતે વીડિયો રેકોર્ડ કરી પોતાના વર્તન બદલ માફી માંગી હતી. અને લોકોને પણ માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. સાથે જ પોલીસે ફટકારેલ દંડ પણ ભરવા જઇ રહ્યો હોવાનું જણાવી માફી માગી હતી.

આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આમ શરૂઆતમાં માસ્ક નહીં પહેર્યું હોવા છતાં પણ પોલીસકર્મી સામે રોફ જમાવતા આરોગ્ય કર્મચારીએ ને કાયદાનું ભાન થતાં માસ્ક પહેરી અને લોકોને પણ માસ્ક પહેરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.