Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના છતરપુરમાં હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં ૬ દર્દીઓના મૃત્યુ થયાં

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં કોરોનાના ૬ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે બપોરે ૧૨ વાગ્યે હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. કોરોના વોર્ડની બહાર પરિવારના સભ્યોમાં હાહાકાર મચી ગયો હતો. દર્દીઓના પરિવારજનોએ બૂમાબૂમ કરી દીધી હતી.

હોસ્પિટલની અંદરના કોરોના વોર્ડમાંથી હોસ્પિટલના તમામ સ્થળોએ ઓક્સિજન સિલિન્ડરોનો સપ્લાય બંધ થઈ ગયો છે.દર્દીઓના પરિવારજન સતત ઓક્સિજનની માંગણી કરી રહ્યા શ ુક્રવારે મોડીરાત્રે બપોરે ૧૨ વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂવઠો બંધ થયો હતો.

કોરોનામાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારો જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી સતત ઓક્સિજન સપ્લાય અને ઓક્સિજન સિલિન્ડરોની માંગણી કરી રહ્યા હતા. પરંતુ જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટ ન તો ઓક્સિજન પૂરો પાડી શક્યો ન કોઈ જવાબદાર અધિકારી ફોન ઉપાડતા હતા.

ગ્વાલિયર, જબલપુર અને શાહડોલ પછી છતરપુર જિલ્લામાં ઓક્સિજનને લઇ અચાનક હંગામો થયો હતો. આ વાતાવરણ વચ્ચે ઘણા દાખલ થયેલા દર્દીઓ પરેશાન હતા. મૃત્યુ પામેલા દર્દીઓના સબંધીઓ, તેમના પરિવારના સભ્યોનો દાવો છે કે, આ મોત ઓક્સિજનના અભાવને કારણે થયા છે. અને યોગ્ય સમયે ઓક્સિજન ન મળતા મૃત્યુ થયું છે.

ઘણા જિલ્લાઓની હોસ્પિટલોમાં દર્દીઓનાં મોત થયાહોસ્પિટલમાં પેદા થયેલી આવી પરિસ્થિતિઓને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત. જિલ્લા હોસ્પિટલમાં આવી બેદરકારી માટે કોણ જવાબદાર છે તે અંગે જિલ્લા વહીવટીતંત્ર હજી જાગૃત નથી. હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે અગાઉ ઘણા જિલ્લાઓની હોસ્પિટલોમાં દર્દીઓનાં મોત થયા છે. આ પછી પણ વહીવટીતંત્ર આ અંગે સતર્ક નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.