Western Times News

Gujarati News

નાણામંત્રી ર્નિમલા સીતારામનના પતિએ સરકારની ટીકા કરી

નવીદિલ્હી: ભારતમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. કોરોના ની આ બીજી લહેરથી સમગ્ર દેશમાં કોહરામ વધ્યો છે. કોરોના ની બીજી લહેર પ્રતિદિન હજારો લોકોના જીવ લઇ રહી છે ત્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણ ના પતિ પરકલા પ્રભાકર એ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ઓફિસ. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સ અને સંક્રમિત લોકોની લાંબી લાઈનો લાગી છે. તો સાથે સ્મશાનમાં પણ એકસાથે ઢગલાબંધ ચિતા સળગી રહી છે એક પથારી માં ઘણા બધા દર્દીઓની સારવાર થતા ફોટા સમગ્ર દેશને હચમચાવી રહ્યા છે. પરંતુ ધાર્મિક અને રાજકીય નેતાઓને તેની પરવા નથી.

તેમણે કહ્યું કે રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી છે અને ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખાણ જરૂરી છે. પબ્લિક હેલ્થ અને લોકોનું જીવન તેમના માટે કોઈ મહત્વ નથી રાખતું. ટીવીમાં જાેઇ શકાય છે કે વડાપ્રધાન. કેન્દ્રીય મંત્રી. મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાઓ ચૂંટણી રેલીઓમાં કેટલી હજારોની ભીડ ભેગી કરી રહ્યા છે. સાથે સાથે તેમણે વધુમાં કહ્યું કે લોકોના જીવની પરવા કર્યા વિના કુંભમેળાના શાહીસ્નાન માટે લાખોની પબ્લિક ભેગી થઈ રહી છે. જ્યારે ત્યાં પરિસ્થિતિ બગાડવા ઉપર આવી તો ધાર્મિક નેતાઓએ કહ્યું હવે કુંભમેળો સાંકેતિક રહેશે.

બંગાળમાં થયેલા ચૂંટણી પ્રચારને લઈને તેમણે કહ્યું હતું કે ભાજપ અને ટીએમસી બંને પોતાની ચૂંટણી રેલીમાં હજારોની ભીડ ભેગી કરી રહી છે. ભાજપ અને ટીએમસી મને પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રતિદ્વંદી પાર્ટી છે. અને બંને દ્વારા કોરોના ગાઈડ લાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હદ તો ત્યારે થાય છે, જ્યારે એક્સપર્ટને ચૂંટણી નેતા આ ચૂંટણી રેલી અને કુંભ મેળાને યોગ્ય દર્શાવી રહ્યા છે. આમ ભયંકર પરિસ્થિતિમાં પણ હેરાન કરવા વાળી વાત તો એ છે કે નેતાઓ કહી રહ્યા છે કે,

બીજા દેશોની સરખામણીમાં આપણી પરિસ્થિતિ ઘણી સારી છે જ્યારે હકીકત કાંઇક અલગ જ છે. હાલમાં આપણા દેશની સ્થિતિ ઘણી ચિંતાજનક છે જે રીતે હાલમાં રોજના હજારો લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે સરકારે ચોક્કસ પગલાં ભરવા જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.