Western Times News

Gujarati News

રજિસ્ટ્રેશનના ધસારાથી એપ સર્વર ડાઉન, લોકોને હાલાકી

Files Photo

૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકો ૧ મેથી કોરોનાથી બચવાની વેક્સીન લગાવી શકશે, તેના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

નવી દિલ્હી, દેશમાં બુધવારે સાંજે ચાર વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ ઉંમરન લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કોવિન પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપ દ્વારા તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રજિસ્ટ્રેશન શરૂ થતા જ આ પ્લેટફોર્મ્સ પર અચાનક એટલો લોડ વધી ગોય કે, સર્વર કામ કરતું બંધ થઈ ગયું.

મોટાભાગના યૂઝર્સને એવો મેસેજ મળવા લાગ્યો કે, કોવિન સર્વર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. મહેરબાની કરી થોડા સમય પછી પ્રયાસ કરો. ઘણા યૂઝર્સ તો આરોગ્ય સેતુ એપ ન ખુલવાની ફરિયાદ કરી રહ્યા છે. તેમને એરર મેસેજ આવી રહ્યો છે .

એક સાથે મોટી સંખ્યામાં લોકો રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરી રહ્યા છે અને સર્વર એટલો લોડ ઉઠાવી શકવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. ૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકો પણ ૧ મેથી કોરોનાથી બચવાની વેક્સીન લગાવી શકે છે, પરંતુ તેના માટે પહેલેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

જે લોકોનું રજિસ્ટ્રેશન થઈ પણ રહ્યું છે, તેમણે વેક્સિનેશનનો ટાઈમ સ્લોટ એલોટ નથી થઈ રહ્યો. તેમને થોડા સમય પછી ચેક કરવાનો મેસેજ આવી રહ્યો છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકો માટે કોવિડ-૧૯ વેક્સીન લગાવવાનો સમય લેવો ફરજિયાત છે, કેમકે શરૂઆતમાં સીધા જઈને વેક્સીન લેવાની મંજૂરી નથી અપાઈ.

જાેકે, ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો હજુ પણ સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી વેક્સીન લઈ શકે છે. ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકો કોઈપણ ખાનગી કોરોના વેક્સિનેશન સેન્ટર (સીવીસી)માંથી પણ રૂપિયા આપીને વેક્સીન લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.