Western Times News

Gujarati News

બ્રાઝિલમાં કોરોનાથી એક મહિનામાં એક લાખનાં મોત

TOPSHOT - Aerial picture showing a burial taking place at an area where new graves have been dug up at the Nossa Senhora Aparecida cemetery in Manaus, in the Amazon forest in Brazil, on April 22, 2020. - The new grave area hosts suspected and confirmed victims of the COVID-19 coronavirus pandemic. More than 180,000 people in the world have died from the novel coronavirus since it emerged in China last December, according to an AFP tally based on official sources. (Photo by Michael DANTAS / AFP)

બ્રાઝિલનો આ નવો સ્ટ્રેઈન ભારત કરતા પણ વધુ જાેખમી, ત્યાંના નિષ્ણાતોના અનુસાર જૂન સુધી ત્રીજી લહેરની શંકા

સાઓ પૌલો,  બ્રાઝિલમાં માત્ર એક મહિનામાં કોરોના વાયરસને કારણે ૧,૦૦,૦૦૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી સંક્રમિત થયા પછી મૃત્યુની આ ઝડપને કારણે બ્રાઝિલમાં ભયનો માહોલ છવાયેલો છે. દક્ષિણ અમેરિકાના આ દેશમાં કોરોનાને કારણે મરનારા લોકોની કુલ સંખ્યા ૪ લાખ પાર કરી ચૂકી છે. જાે કે, કોવિડને કારણે થનારા મૃત્યુના સંદર્ભમાં બ્રાઝિલ હજી પણ દુનિયામાં બીજા ક્રમાંકે છે.

આ વૈશ્વિક મહામારીને કારણે એપ્રિલ મહિનામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, એપ્રિલના પહેલા જ બે દિવસમાં ૪૦૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. ત્યારપછી દરરોજ લગભગ ૨૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યા અને સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારના રોજ ૩૦૦૧ વધુ લોકોનાં મૃત્યુની જાણકારી આપી. કુલ મળીને દેશમાં મૃતકોની સંખ્યા ૪,૦૧,૧૮૬ થઈ ગઈ છે.

બ્રાઝિલના સ્થાનિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સંક્રમણ બાબતે અને મૃત્યુની સંખ્યાના ઘટાડા બાબતે થોડો રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેમને કોરોનાની અન્ય એક લહેર આવવાની આશંકા છે જે અમુક યૂરોપિયન દેશોમાં જાેવા મળી છે. ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ અવર વર્લ્‌ડ ઈન ડેટા અનુસાર બ્રાઝિલમાં હજી સુધી છ ટકાથી ઓછા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

દેશના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારોએ જણાવ્યું કે તે સૌથી અંતમાં રસી મૂકાવશે અને તેમણે મહામારીને રોકવા માટેના પ્રતિબંધો બાબતે દેશભરના મેયર અને ગવર્નર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ઘણી જાેખમી સાબિત થઈ રહી છે. દેશની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટરની તંગી જાેવા મળી રહી છે. ત્યારે બ્રાઝિલનો આ નવો સ્ટ્રેઈન ભારત કરતા પણ વધારે જાેખમી છે. ત્યાંના નિષ્ણાંતોનું કહેવું છે કે જૂન મહિના સુધી ત્રીજી લહેર આવવાની આશંકા પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.