Western Times News

Gujarati News

અમદાવાદમાં રેમડેસિવિયર, ફ્લોમીટરના ભાવ આસમાને

કોરોનાના કપરા સમયમાં બિમારીને લગતા મોટા ભાગના સાધનોની અછતનો લાભ લઈ દસ ગણા ભાવ વસુલાય છે

અમદાવાદ,  કોરોનાની બીજી લહેરમાં લોકો હોસ્પિટલની બહાર બેડ, રેમેડસિવિયર ઈન્જેક્શન અને ઓક્સિજન તેમજ ૧૦૮ માટે ભટકતાં જાેવા મળી રહ્યા છે, ત્યારે લોકોની મજબૂરીનો લાભ લઈ તગડો નફો કરવા માટે કેટલાક કાળા બજારીયા મેદાનમાં આવી ગયા છે અને ૧૦ ગણા ભાવે જરૂરી વસ્તુઓને ૧૦ ગણા ભાવે બ્લેકમાં વેચી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલ કોરોનાનું સંક્રમણ ઝડપી બનતા શહેરમાં રેમડેસિવિયર ઈન્જેક્શન, ઓક્સિજનના બાટલા પર લાગતા ફ્લોમીટર અને ઓક્સિમીટરની તંગીના પગલે ભાવ આસમાને પહોંચી ગયા છે.

કાળા બજારીયા રોજરોજ રેમડેસિવિયર ઈન્જેક્શનના ભાવ ઉપર લઈ જઈ રહ્યા છે. શરૂઆતમાં ૧૨૦૦૦ સુધીમાં વેચાતા આ ઈન્જેક્શન બુધવારે ૨૩૫૦૦ અને ગુરૂવારે ૩૦૦૦૦ હજરાતમાં કાળા બજારમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત હાલ હોસ્પિટલમાં ઓક્સિજનની તીવ્ર તંગી વર્તાઈ રહી છે. જેથી લોકો ઘરે જ ઓક્સિજનની સુવિધા ઉભી કરી રહ્યા છે. જેમાં ઓક્સિજનના બાટલાની ઉપર લગાવતા ફ્લોમીટરની પણ બજારમાં તંગી વર્તાઈ છે. જેને કારણે ૬૦૦ અને ૮૦૦માં મળતા ફ્લોમીટર હાલ ૫૦૦૦ના ભાવે વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આઈસોલેશનમાં રહેતા દર્દીનું ઓક્સિજન ચેક કરવા માટે ઓક્સિમીટરની જરૂર હોય છે. ત્યારે બજારમાં મળતા ઓક્સિમીટરનું પણ માર્કેટ હાલ તેજીમાં જાેવા મળી રહ્યું છે. બજારમાં ઓક્સિીમીટરનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે કેટલાક વેપારીઓ સગા પાસેથી ૩૦૦ના સીધા ૧૮૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે.

ગ્રાહકો ઉંચી કિંમત પણ આપવા તૈયાર હોવા છતાંય ઓક્સિમીટર ન મળતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કાળા બજારીઓને વિનંતી છે કે, જિંદગીનો વેપાર ના કરો અને મહામારીને અવસર ન બનાવો. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા રેમેડસિવિયર ઈન્જેક્શનની શહેરમાં ભારે તંગી વર્તાઈ રહી છે.

આટલું ઓછું હોય તેમ હવે સારવારમાં વપરાતી ફેબિફ્લૂ દવાની પણ તીવ્ર અછત સર્જાઈ છે. લોકો પેનિકમાં આવીને દવાનો સ્ટોક કરી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જેને લઈને સૂત્રોએ આગામી સમયમાં ફેબિફ્લૂ દવાની પણ કાળાબજારી થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.