Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૪૮૮ નવા કેસો નોંધાયા : ૩૬૮૯ લોકોના મોત

Files Photo

નવીદિલ્હી: ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે ૩૬૮૯ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે ૩,૦૭,૮૬૫ લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ ૧૫,૬૮,૧૬,૦૩૧ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જાેકે, રવિવારે સક્રિય કેસ ૩૩ લાખને પાર કરી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન, કોરોનાને કારણે રેકોર્ડ ૩૬૮૯ લોકો મૃત્યુ પામ્યા છે.

રવિવારે કોરોનામાં ૩ લાખ ૯૨ હજાર ૪૮૮ નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૧,૯૫,૫૭૪૫૭ થઈ ગઈ છે. એ જ રીતે, વધુ ૩૬૮૯ લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને ૨,૧૫,૫૪૨ પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાનું નામ નથી લઈ રહી. જેથી જ્યાં લાખો નવા દર્દીઓ દરરોજ સામે આવી રહ્યાં છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા રવિવારે વધીને ૩૩,૪૯,૬૪૪ થઈ ગઈ છે.

આ ચેપગ્રસ્ત કુલ ૧૭.૦૬ ટકા છે.દર્દીઓનો સાજા થવાનો દર વધુ ઘટીને ૮૧.૮૪ ટકા થઈ ગયો છે. દેશમાં સંક્રમણ પછી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને ૧,૫૯,૯૨,૨૭૧ થઈ છે. મૃત્યુ દર ૧.૧૧ ટકા છે. દેશના ૧૦ રાજ્યો – મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાંથી કોવિડ -૧૯ ચેપના નવા કેસોના ૭૩.૭૧ ટકા નોંધાયા છે. તે જ સાથે, લગભગ ૭૬ ટકા મૃત્યુ પણ આ રાજ્યોમાં થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.