Western Times News

Gujarati News

૧૦૮ને આવતા ફોનની સંખ્યામાં મોટો ઘટાડો થયો

Files Photo

અમદાવાદ: ચેતતા નર સદા સુખી કહેવત જેવો માહોલ હવે બહાર નીકળીએ ત્યારે જાેવા મળી રહ્યો છે. એક સમય હતો કે કોરોના વાયરસની ગંભીરતા સમજાવવા માટે લોકોને માસ્ક, સોશિયિલ ડિસ્ટન્સિંગ વગેરે અંગે સમજાવવાની જરુર પડતી હતી. પરંતુ જે પ્રમાણે બીજી લહેર દરમિયાન સ્થિતિ બે કાબૂ બની બની તેને જાેઈને લોકોએ પોતાની કાળજી વધારી દીધી. આ કારણે હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. આવામાં કેસની સંખ્યામાં ઘટાડો થતા ૧૦૮ એમ્બ્યુલન્સને રોજ જે ફોન મદદ માટે આવતા હતા

તેમાં પણ ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં ૭થી ૮ હજાર ફોન આવે તેની સામે કોરોનાના કપરા કાળમાં ૬૪,૦૦૦ની આસપાર ફોન આવવા લાગ્યા હતા. પરંતુ હવે ખાનગી હોસ્પિટલોનો પણ દર્દીઓ ઉપયોગ કરી શકે છે જેના કારણે આ ફોનનો આંકડો ૧૫,૦૦૦ની આસપાસ પહોંચ્યો છે. જાેકે, હજુ પણ તે સામાન્ય દિવસો કરતા વધુ જ છે. કોરોના કાળમાં જે દર્દીઓના ઘર સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સ નથી પહોંચી તેઓ સેવાને વખોડી રહ્યા છે,

પરંતુ જેમને સમયસર સેવા મળી છે તેમને ખ્યાલ છે કે એમ્બ્યુલન્સ મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ થવાનું આવે ત્યાં સુધીમાં તેમને ઘણી જરુરી મદદ ૧૦૮ના સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ૨૯મી ઓગસ્ટ ૨૦૦૭થી અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને ૧૦૮ની સેવા મળી છે, ૧૩ વર્ષના સમયમાં ૧૦ લાખથી વધુ દર્દીઓના જીવ બચાવવામાં ૧૦૮ની ટીમ સફળ થઈ છે. આવામાં કોરોના કાળમાં ૧૦૮ની એમ્બ્યુલન્સની મદદ માટે હજારોની સંખ્યામાં ફોન આવ્યા.

એક સમયે આ આંકડો ૬૪,૦૦૦ પર પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં જગ્યા ના હોવાના કારણે દર્દીને લઈને લાઈનમાં ઉભેલી એમ્બ્યુલન્સ માટે પુનરાવર્તન કૉલ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો. બીજી લહેરમાં હંફાવતો કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા માટે મજબૂર કરી રહ્યો છે આવામાં એમ્બ્યુલન્સની જરુર વધી જતી હતી, આવામાં અમદાવાદમાં કોરોના સિવાય નોન-કોવિડ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાનમાં રાખીને ૨૫ નોન-કોવિડ ઈમર્જન્સી માટે અલગથી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે જ્યારે ૧૫૦ એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં કુલ કાર્યરત ૮૦૦માંથી ૫૩૩ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રખાઈ છે જ્યારે બાકીની નોન-કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવી છે.

૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવે તે દરમિયાન જરુર પડતી પ્રાથમિક સારવારની સાથે ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે કે હોસ્પિટલ પહોંચ્યા પછી જાે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી હોય ત્યારે પણ દર્દીને જરુરી પ્રાથમિક સુવિધાઓ મળતી રહે છે. ગુજરાતમાં સોમવારે સાંજે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકના કોરોના વાયરસના નવા ૧૨,૮૨૦ કેસો નોંધાયા છે અને ૧૪૦ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે મૃત્યુ પામેલા કુલ દર્દીઓની સંખ્યા ૭૬૪૮ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪૫૨૨૭૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો ૧૪૭૪૯૯ છે જેમાં ૭૪૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૪૬૭૫૨ દર્દીઓ સ્ટેબલ છે.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૬૧૬, સુરતમાં ૧૩૦૯, વડોદરામાં ૪૯૭, મહેસાણામાં ૪૯૩, ભાવનગરમાં ૪૩૧, રાજકોટમાં ૩૯૭, જામનગરમાં ૩૯૩ નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં ૧૯૯, કચ્છમાં ૧૮૭, મહીસાગરમાં ૧૬૯, નવસારીમાં ૧૬૦, દાહોદ અને ખેડામાં ૧૫૯, ગાંધીનગરમાં ૧૫૫, જુનાગઢમાં ૧૪૮, સાબરકાંઠામાં ૧૪૧, પાટણમાં ૧૩૧, આણંદમાં ૧૨૭, વલસાડમાં ૧૨૫, ગીર સોમનાથમાં ૧૨૦, મોરબીમાં ૧૧૦, અરવલ્લીમાં ૧૦૯, પંચમહાલમાં ૧૦૮, નર્મદામાં ૧૦૩, ભરૂચમાં ૧૦૧, અમરેલી અને છોટા ઉદેપુરમાં ૯૯, સુરેન્દ્રનગરમાં ૭૧, દેવભૂમિ દ્વારકામાં ૫૦ નવા કેસો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.