Western Times News

Gujarati News

વેન્ટિલેટર વગર ચાલેજ નહીં એવા દર્દી ને સઘન સારવારથી કોરોના મુક્ત કર્યો સલામ છે સરકારી તબીબોને

આણંદની જનરલ હોસ્પિટલમાં કોવીડ દર્દી તબીબોની સઘન સારવારથી ૭ દિવસમાં સ્વસ્થ થયો

આણંદઃ મંગળવારઃ આણંદ શહેરમાં રહેતા કોરોનાં પોઝીટીવ દર્દીનું ઓકસીજન લેવલ ધટી જતા તેને વેન્ટીલેટરની જરુર હતી જેથી દર્દીનાં પરિવારજનો દર્દીને લઈને આણંદની જનરલ હોસ્પીટલમાંલાવ્યા હતા, દર્દીનાં સગાઓએ દર્દીને જનરલ હોસ્પીટલમાંજ સારવાર કરવા આગ્રહ રાખતાં ,જનરલ હોસ્પીટલનાં તબીબો દ્વારા દર્દીની ત્વરીત સારવાર હાથ ધરવામાં આવી હતી અને સધન સારવાર થકી દર્દી માત્ર સાત દિવસમાં સ્વસ્થ થતા તેનું ઓકસીજન લેવલ મેન્ટેન થતા દર્દીને નવજીવન પ્રાપ્ત થયું હતું.

મળતી વિગતો અનુસાર આણંદનાં નિતીનભાઈ રમેશભાઈ ચાવડાને કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવતા અને તેઓનો રીપોર્ટ  સ્કોર ૨૩/૨૫  હોઈ તેઓનું ઓકસીજન ધટીને ૭૦ લેવલ પર આવી ગયું હતું. જેથી તેઓને ગંભીર સ્થિતીમાં ૨૩મી એપ્રીલનાં રોજ આણંદની જનરલ હોસ્પીટલમાં લાવવામાં આવતા તેઓની ગંભીર સ્થિતી અને ઓકસીજન લેવલ ઓછું હોઈ તેઓને ત્વરીત વેન્ટીલેટર સારવારની જરુર હતી,

જેથી હોસ્પીટલનાં તબીબોએ દર્દી નિતીનભાઈને અન્ય વેન્ટીલેટર સુવિધાવાળી હોસ્પીટલમાં ખસેડવા સલાહ આપી હતી,પરંતુ હાલમાં તમામ હોસ્પીટલોમાં બેડ ફુલ હોવાથી અને વેન્ટીલેટર બેડ મળે તેમ નહી હોવાથી દર્દીનાં સગાઓએ જનરલ હોસ્પીટલનાં સેવાભાવી તબીબો પર ભરોસો મુકીને સારવાર કરવા જણાવતા હોસ્પીટલનાં તબીબ ડાॅ.અમર પંડયા, ડૉ.મયંક ચૌહાણએ દર્દીની ત્વરીત સારવાર હાથ ધરી હતી અને તેઓને ૨૦ લીટર ઓકસીજન પર રાખવામાં આવ્યા હતા.

હોસ્પીટલનાં તબીબો અને સ્ટાફની પ્રેમ અને હુંફભરી કોવીડ ગાઈડ લાઈન અનુસારની સારવારથી નિતીનભાઈનું ઓકસીજન ખુબજ ઝડપથી મેન્ટેન થતા તેઓને ધીમેધીમે ઓકસીજન લેવલ ધટાડવામાં આવ્યું હતું.અને જેને લઈને માત્ર પાંચ દિવસની સધન સારવાર બાદ તેઓનું ઓકસીજન હટાવી લેવાતા તેઓનું ઓકસીજન લેવલ મેન્ટેન થઈ જતા તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા.

આ અંગે હોસ્પીટલનાં ડૉ..મયંક ચૌહાણએ જણાવ્યું હતું કે દર્દીનું ઓકસીજન ૭૦ લેવલે પહોંચી જતા તેઓને વેન્ટીલેટરની જરુર હતી તેમ છતાં હાલમાં કોઈ હોસ્પીટલમાં વેન્ટીલેટર બેડ ખાલી નહી હોવાથી તેઓને હોસ્પીટલમાંજ સધન સારવાર આપી ૧૫ થી ૨૦ લીટર ઓકસીજન આપી ધીમેધીમે ઓકસીજન ધટાડતા જતા દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયેલ છે,

આમ ગંભીર સ્થિતી ધરાવતો દર્દી પણ સધન સારવાર બાદ સ્વસ્થ થતા આજે હોસ્પીટલમાંથી દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.આ અંગે દર્દી નીતિન ચાવડાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા તેઓની સઘન સારવાર કરવામાં આવતા તેઓ સ્વસ્થ થયા છે. અને તેઓને નવજીવન આપવા બદલ તેઓએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.