Western Times News

Gujarati News

આણંદ: પસંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઇન  RE AUCTION

પ્રતિકાત્મક

મોટર સાયકલ અને મોટરકાર વાહનોની નવી સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો ઓનલાઇન RE AUCTION ભાગ લેવા અરજી કરે

આણંદ-એ.આર.ટી.ઓ. આણંદ દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઇન  RE AUCTION શરૂ કરવામાં આવેલ છે.

જે અનુસાર નોન ટ્રાન્સપોર્ટ માટે સીરીઝ GJ-23-DL-0001 થી GJ-23-DL-9999 (મોટર સાયકલ)  RE AUCTION  શરૂ કરવામાં આવેલ છે

તથા  જુની સીરીઝ  GJ-23-DK-0001 થી GJ-23-DK-9999 (મોટર સાયકલ) તથા LMV GJ 23 CD 0001  થી GJ 23 CD 9999 (મોટરકાર) નવી સીરીઝ  LMV GJ 23 CE 0001  થી CE 9999 (મોટર કાર)  તો ઇચ્છા ધરાવતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી ON LINE http://parivahan.gov.in/fancy  ઉપર રજિસ્ટ્રેશન કરી RE AUCTION  માં ભાગ લઇ શકશે.

વાહન માલિકોએ તા.૧૦/૦૫/૨૦૨૧ થી તા.૧૧/૦૫/૨૦૨૧ સુધીના રોજ  RE AUCTION  માટે રજિસ્ટ્રેશન કરાવી એપ્લીકેશન કરવાની રહેશે. જ્યારે તા.૧૨/૦૫/૨૦૨૧ થી તા.૧૪/૦૫/૨૦૨૧ ના રોજ RE AUCTION નું Bidding  કરવાનું રહેશે અને તા.૧૫/૦૫/૨૦૨૧ના રોજ ફોર્મ અત્રેની કચેરીમાં ૧૫-૦૦ કલાકે ઓપન થશે ત્યારબાદ અરજદારે ફોર્મ જમા કરાવવાના રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ વાહન માલિકો આ AUCTION માં ભાગ લઇ શકશે, એમ આણંદના સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.