Western Times News

Gujarati News

આમોદમાં મોટા તળાવમાંથી વન વિભાગે મગર પકડ્યો

(વિરલ રાણા, ભરૂચ) આમોદમાં આવેલ મોટા તળાવ ખાતે મગર દેખા દેતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમજ આવનાર દિવસોમાં ગણેશ મહોત્સવ હોવાથી આમોદના ગણેશ મંડળો ભાદરવા સુદ દશમના દિવસે આમોદના મોટા તળાવ ખાતે વિસર્જન કરતા હોવાથી ગણેશ મંડળ કમિટીએ આમોદ વન વિભાગને મગર પકડવા માટે રજુઆત કરી હતી.

જેથી આમોદ વન વિભાગના (forest department) રેન્જ ફોરેસ્ટ અધિકારી ક્રિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મોટા તળાવ ખાતે પાંજરું મુકવામાં આવ્યું હતું.જેમા અનિલ ચાવડાએ ભારે જેહમત બાદ અંદાજિત ૭ ફૂટ લાંબા મહાકાય મગરને પકડી પાડયો હતો. મહાકાય મગર (crocodile) પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના લોકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા.મગરને પાંજરે પુરી વન વિભાગે કરજણ ડેમના પાછળના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો હતો.વન વિભાગે મોટા તળાવમાંથી મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.