Western Times News

Gujarati News

બચ્ચનથી લઈને અક્ષય પાસે પણ પ્રાઈવેટ જેટ છે

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ પોતાનું જીવન ભવ્ય રીતે જીવે છે. મોટે ભાગે, તેઓ તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. ઘણી વાર આ સેલેબ્સને પૂછવામાં આવે છે કે શું તેમની પાસે ખાનગી જેટ છે? આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સે હા પાડી હતી. ઘણાં સ્ટાર્સ ઘણીવાર તેને એવોઈડ પણ કરે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન એક સ્ટાર છે જેણે ઘણી વખત ખાનગી જેટ હોવાનો ઇનકાર કર્યો છે.

તે જ સમયે, એવા ઘણા લોકો છે જેમણે સોશિયલ મીડિયા પર ખાનગી જેટ હોવા અંગે જાહેર કર્યું છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, શિલ્પા શેટ્ટી કુંદ્રા અને પ્રિયંકા ચોપરા જાેનાસ જેવા બોલિવૂડ સ્ટાર્સ પાસે પોતાનું ખાનગી જેટ છે. અહેવાલો અનુસાર, અજય દેવગણ પાસે હોકર ૮૦૦ પ્લેન છે. જે છ સીટર જેટ છે. અભિનેતાઓ પ્રમોશનલ પ્રોગ્રામ્સ અને શૂટ માટે ઘણીવાર પ્રાઈવેટ જેટ યાત્રા કરે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા અક્ષય કુમારની પાસે પ્રાઈવેટ જેટ છે. જેની કિંમત ૨૬૦ કરોડ રૂપિયા છે. અભિનેતા અક્ષય કુમાર લોકોની મદદ કરે છે.

પણ તે પોતાની લાઈફ કિંગ સાઈઝ જીવવામાં માને છે. અમિતાભ બચ્ચન એરપોર્ટ પર ભાગ્યે જ જાેવા મળે છે. કારણ કે તે ઘણી વાર તેમના ખાનગી જેટમાં મુસાફરી કરે છે. થોડા વર્ષો પહેલાં જ્યારે બીગ-બીને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. તે સમયે અભિષેક બચ્ચને તેમના ફેન્સી પ્લેનની ઝલક શેર કરી હતી.

પ્રિયંકા ચોપરા જાેનાસ એક ગ્લોબલ સ્ટાર છે. અભિનેત્રી પોતાના વ્યવસાયિક અને અંગત કામ માટે ઘણીવાર ભારતથી ન્યૂયોર્ક અથવા લંડન મુસાફરી કરે છે. તેઓ તેમના પોતાના ખાનગી જેટમાં લાંબી મુસાફરી કરે છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા એક ઉત્તમ જીવન જીવે છે. તેમની પાસે વિશ્વના ઘણા ભાગોમાં સંપત્તિ છે અને અહેવાલ મુજબ તે પોતાનું ખાનગી જેટ પણ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.