Western Times News

Gujarati News

કંગનાનું ટિ્‌વટર બંધ થતાં રાખી સાવંત ખુશ થઈ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને રાખી સાવંત બન્ને ઈન્ડસ્ટ્રીમાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. એક તરફ રાખી સાવંતને લોકો ડ્રામા ક્વીન કહીને બોલાવે છે તો કંગના કોન્ટ્રોવર્સી ક્વીનના નામથી જાણીતી છે. બે દિવસ પહેલા વિવાદીત ટ્‌વીટને કારણે ટિ્‌વટરે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

હવે બિગ બોસ ફેમ ડાન્સર-એક્ટ્રેસ રાખી સાવંતે તે વિશે પ્રતિક્રિયા આપી છે. એક પાપારાજીની સાથે વાતચીતમાં રાખી સાવંતે કહ્યું, સારૂ થયું. આવું આવુ બોલી, દેશને લડાવવાની જરૂર નથી. ભાઈ-ભાઈને લડાવવા ન જાેઈએ. એક એક સિટી-સિટીને લડાવવા ન જાેઈએ. આવી કોમેન્ટ આપણે દેશના નાગરિક છીએ અને આવી કોમેન્ટ ન કરવી જાેઈએ, જે દેશના બાળકો વિરુદ્ધ હોય, દેશના લોકોની વિરુદ્ધ હોય. રાખી સાવંતે કહ્યું, દેશ સાથે ગદ્દારી ન કરવી જાેઈએ અને દેશની વિરુદ્ધ ન જવું જાેઈએ. મને લાગે છે કે આ ન કરવું જાેઈએ.

જે પણ ટિ્‌વટરવાળાને લાગ્યું, તેણે યોગ્ય કર્યું. મહત્વનું છે કે રાખી સાવંત આ પહેલા પણ કંગના રનૌત વિરુદ્ધ પોતાની વાત કહી ચુકી છે. પાછલા દિવસોમાં તેણે કંગના પર કટાક્ષ કર્યો હતો કે, જ્યારે તેની પાસે દેશની સ્થિતિ પર કંગનાના નિવેદનને લઈને પ્રતિક્રિયા માંગવામાં આવી હતી.

બિગ બોસ સીઝન ૧૪નો ભાગ રહેલી રાખી સાવંતે આ રિયાલિટી ટીવી શોમાં બીજીવાર ભાગ લીધો હતો. રાખીને શોમાં તે સમયે લાવવામાં આવી જ્યારે બિગ બોસની ટીઆરપી સતત નીચે જઈ રહી હતી. રાખી સાવંતના બિગ બોસમાં આવ્યા બાદ શોની ટીઆરપીમાં વધારો થયો હતો. રાખી સાવંત આ શોના ફાઇનલ એપિશોડ સુધીની સફર કરવામાં સફળ રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.