Western Times News

Gujarati News

કોરોનાકાળમાં જૈવિક કચરો ખુલ્લામાં ફેંકાતા હડકંપ

પ્રતિકાત્મક

પાટનગર ગાંધીનગરમાં જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા

 ગાંધીનગરના સે. ૬ ખાતે આવેલા ભુવનેશ્વર મંદિરની નજીક આવેલી કચરાપેટી ની બહાર ટેસ્ટિંગ કીટ, સિરીંજ, બોટલ અને નળી સહિતનો કચરો જોવા મળ્યો હતો.

ગાંધીનગરના સેક્ટર – 6 ખાતે જૈવિક કચરો (બાયોલોજીકલ વેસ્ટ) ખુલ્લામાં ફેંકાયેલો જોવા મળતા હડકંપ મચી જવા પામ્યો છે. કોઈપણ પેથોલોજી લેબોરેટરી કે ખાનગી હોસ્પિટલો દ્વારા જૈવિક કચરો નિકાલ કરવા માટે એક આગવી પદ્ધતિ હોય છે. યા તો કોઈ મેડિકલ વેસ્ટ નો નિકાલ કરતી સંસ્થામાં થી આવતા વાહનમાં સુરક્ષિત રીતે આ જૈવિક કચરો આપી દેવાનો હોય છે.

જો કે, રાજ્યના પાટનગરમાં આવેલી અનેક હોસ્પિટલો અને કેટલીક લેબોરેટરીઓ સરકારની સામે શિંગડા ભરાવવાની તાકાત ધરાવતી હોય એવી પ્રતીતિ છાસવારે થતી રહી છે. ભૂતકાળમાં પણ સે. ૭ માં થી જૈવિક કચરો, તાજુ જન્મેલી  બાળકી, અધૂરા મહિનાનું ભૃણ વગેરે મળી આવ્યાના બનાવો બનેલા છે. વાયરસ મારફતે ફેલાતા રોગને   ગાંધીનગરના સે. ૬ ખાતે આવેલા ભુવનેશ્વર મંદિરની નજીક આવેલી કચરાપેટી ની બહાર ટેસ્ટિંગ કીટ, સિરીંજ, બોટલ અને નળી સહિતનો કચરો જોવા મળ્યો હતો.

કોરોના કાળમાં COVID-19 વાયરસને કારણે માનવજીવન ઉપર આફત આવી પડી છે ત્યારે ગાંધીનગરની લેબોરેટરી દ્વારા જૈવિક કચરો ખુલ્લામાં ફેકી દેવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

સરકારના આદેશ અનુસાર પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ જૈવિક કચરા ને જાહેરમાં નહિ ફેકતા તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા નો હોય છે.

અન્ય કચરા સાથે જૈવિક કચરો ફેંકવાને કારણે લોકોમાં તથા આવા કચરામાં મોઢું નાખનાર પશુઓમાં પણ રોગના લક્ષણો આવી જવાની દહેશત રહેલી હોય છે. હાલના સંજોગોમાં ચાલી રહેલી મહામારીનું કારણ વાયરસ પણ હોવાની વાત આવતી હોય એવા કપરા સંજોગોમાં વાયરસનો ટેસ્ટ કરાવવા આવતા લોકોનું ચેકિંગ કરીને ટેસ્ટના આનુસંગિક સાધનો ગાંધીનગરના સેક્ટર 6 ખાતે ફેંકી દેવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આ સાધનો તથા ટેસ્ટીંગ કીટ જાહેરમાં ફેંકી દેવાથી ગાંધીનગરના લોકોને કેટલું અને કેવા પ્રકારનું નુકશાન થવા પામે એ સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે બીજી તરફ ગાઇડ લાઇનની સંપૂર્ણ વિરુદ્ધમાં જઈને આ કચરો ફેંકનારી લેબોરેટરી સામે કડક પગલાં ભરાય છે કે કેમ એ યક્ષપ્રશ્ન બની રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.