Western Times News

Gujarati News

ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ સેન્ટરમાં આગ

ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરીને મોટી દુર્ઘટના ટાળવમાં આવી

ભાવનગર: ભાવનગરમાં એક મોટી જાનહાની સર્જાતા રહી ગઇ છે. શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

ત્યાં આગ લાગવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાતે ૧૨.ની આસપાસ આ હોટલનાં ત્રીજા માળનાં વેન્ટિલેટરવાળા એક રૂમમાં આગ લાગી હતી. જેના કારણે ૭૦ જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. જાેકે, સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.

હાલ મળતી માહિતી પ્રમાણે આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં લાગવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. ૭૦ જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મંગળવારે રાત્રે આશરે ૧૨.૩૦ કલાકે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. આ આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા તેમનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

આગને બુઝાવી હતી. આ અંગેની જાણ કોરોનાના દર્દીઓનાં પરિવારને થતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટર પર આવી ગયા હતા. આ અંગેની જાણ કોરોનાના દર્દીઓનાં પરિવારને થતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટર પર આવી ગયા હતા.

ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા ૭૦ જેટલા કોરોનાના દર્દીઓને ૧૦૮ની ૮ ગાડી, ફાયરની ૨ ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હૉસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ આગની જાણ થતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું કે, આગને કારણે સદનસીબે કોઇ જાનહાની નથી થઇ. દર્દીઓને હું મળ્યો છું તેમને અન્ય હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાની તપાસ થશે અને કસુરવાર સામે પગલા લેવામાં આવશે. ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવે એ આ અંગે પૂછપરછ પણ કરી હતી.

આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આગ લાગ્યા બાદ પરિવારજનો આવતા અફરાતફરી મચી ગઇ હતી પરંતુ તમામ દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.