Western Times News

Gujarati News

ગુજરાતના મલ્ટિપ્લેક્સને એક વર્ષથી આવક નથી થઈ

સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને જબરદસ્ત ફટકો પડી રહ્યો છે

અમદાવાદ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત બોલિવુડના બ્લોકબસ્ટર ફિલ્મનો આ ફેમસ ડાયલોગ કોવિડ-૧૯ની બીજી લહેર સાથે મલ્ટીપ્લેક્સ માટે અપશુકનિયાળ માનવામાં આવી રહ્યો છે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૧માં પણ મલ્ટીપ્લેક્સના માલિકોને ભાગ્યે જ કોઈ ધંધો થયો હતો. સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને જબરદસ્ત ફટકો પડ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં પહેલાથી જ નુકસાન સહન કરી રહ્યો છે. ઘણાનું કહેવું છે કે, આ સ્થિતિના કારણે તેમણે પોતાના ૫૦થી ૯૦% કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી હતી. વીકએન્ડ પર મલ્ટીપ્લેક્સને સંપૂર્ણ રીતે બંધ કરવાના રાજ્યના આદેશોના કારણે, ભાગ્યે જ કોઈ આવક થઈ છે

તેઓ નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે પણ ઝઝૂમી રહ્યા છે. ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ અસોસિએશનના (ય્સ્ર્ંછ) પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘અમારા મલ્ટિપ્લેક્સમાં કાર્યરત ૧૨૫ કર્મચારીઓની સામે, હાલમાં અમારી પાસે પ્રોપર્ટીને મેન્ટેન કરવા, અકાઉન્ટ્‌સ સંભાળવા અને સિક્યુરિટી માટે ફક્ત ૧૦ વ્યક્તિઓ છે. કોઈ આવક નથી અને હાલમાં ધંધાને ટકાવી રાખવો મુશ્કેલ છે. તેવા મલ્ટિપ્લેક્સની હાલત વધારે ખરાબ છે

જેઓ ભાડાની જગ્યામાં ચલાવી રહ્યા છે, તેમ અમદાવાદમાં મલ્ટિપ્લેક્સ ધરાવતા પટેલે ઉમેર્યું હતું. ગુજરાત એ ઓછામાં ઓછા ૧૫૦ મલ્ટિપ્લેક્સિસનું ઘર છે. ‘ડિસેમ્બરમાં અમારે અમારા કુલ સ્ટાફના ઓછામાં ઓછા ૬૦% કર્મચારીઓને છુટા કરવા પડ્યા હતા કારણ કે, અમે વધારાનો ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી. છેલ્લા એક વર્ષથી કોઈ આવક નથી

આ ખર્ચાને આગળ ધપાવવો પણ શક્ય નથી’, તેમ અમદાવાદમાં મલ્ટિપ્લેક્સ ધરાવતા અન્ય એક માલિકે જણાવ્યું હતું. ગયા વર્ષે, દેશવ્યાપી લોકડાઉનના કારણે માર્ચ ૨૦૨૦માં બંધ કર્યા પછી, ઓક્ટોબર ૨૦૨૦માં ફરીથી મલ્ટીપ્લેક્સને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મલ્ટીપ્લેક્સે ફરીથી કામગીરી શરુ કર્યા બાદ પણ, તેમની આવક ખર્ચને પૂરા કરવા માટે ખૂબ નજીવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.