Western Times News

Gujarati News

ડિસેમ્બર સુધી દેશના તમામ નાગરિકોને રસી લગાવવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે

નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ની રસીની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ છે કે ડિસેમ્બર સુધી દેશના તમામ નાગરિકોને રસી લગાવવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે. ગુરુવારે તેમણે કહ્યુ કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી ૨૧૬ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. પૉલે કહ્યુ કે, આ રીતે જાેતા દરેક ભારતીયને રસીનો ડોઝ લગાવ્યા બાદ પણ રસીનો વધારાનો પર્યાપ્ત જથ્થો હશે.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડૉક્ટર વી.કે. પૉલે કહ્યુ કે, “ભારત અને ભારતીયો માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી કુલ મળીને ૨૧૬ કરોડ ડોઝનું નિર્માણ કરવામાં આવશે. એ વાતમાં કોઈ શંકા નથી કે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, દરેક માટે રસી ઉપલબ્ધ હશે.” સરકારી ડેટા પ્રમાણે ગુરુવારે સવાર સુધી દેશમાં ૧૭.૧૨કરોડથી વધારે વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

જાન્યુઆરીમાં ભારતે ભારત બાયોટેકની કોવેક્સિન અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડને મંજૂરી આપી છે. ગત મહિને રશિયાની સ્પૂતનિક ૫ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પૉલે કહ્યુ કે, સ્પૂતનિક ૫ ભારતમાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે, “મને આશા છે કે આ રસી આગામી અઠવાડિયા સુધી બજારમાં આવી જશે. અમને આશા છે કે રશિયા પાસેથી મળેલી સીમિત સ્ટોકનું વેચાણ આગામી અઠવાડિયે શરૂ થઈ જશે.”

આ દરમિયાન પૉલે વેક્સીનના રોડ મેપ સાથે જાેડાયેલા આંકડા રજૂ કર્યા હતા. જાેકે, તેમાં ફાઇઝર-બાયોનટેક, જૉનસન એન્ડ જૉનસન, મૉડર્ના અને ચીનની સિનોફાર્મનું નામ ન હતું. ગત એપ્રિલમાં સરકારે એવી રસીના ઇમરજન્સી વપરાશને છૂટ આપી હતી જેનો ઉપયોગ અમેરિકા, યૂરોપ, જાપાન અને બ્રિટન કરી રહ્યા છે. જેમાં એ વેક્સીન પણ શામેલ છે જેને ઉૐર્ં તરફથી ઇમરજન્સી વપરાશની છૂટ આપવામાં આવી છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે સરકારે ગુરુવારે જાણકારી આપી છે કે ત્રણ ફાર્મા કંપનીઓએ કહ્યુ છે કે તે વર્ષ ૨૦૨૧ના ત્રીજા ક્વાર્ટરમાં જ વાતચીત કરી શકશે. જ્યારે મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ત્રણેય કંપનીઓએ એવો સંકેત આપ્યો છે કે તેમની પાસે તાત્કાલિક વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે જગ્યા નથી. કંપનીઓ અમુક મહિના પછી જ ‘વાત’ કરવાનું કહ્યું છે. પૉલે કહ્યુ કે, શરૂઆતથી જ બાયોટેક્નોલૉજી વિભાગ અને વિદેશ મંત્રાલય ફાઇઝર, મૉડર્ના અને જૉનસન એન્ડ જૉનસન સાથે સંપર્કમાં હતા અને હજુ પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.