Western Times News

Gujarati News

દધાલિયા ગામે મહિલા પાણીમાં તણાઈઃ મોડાસા પંથકમાં ભાદરવાના પ્રારંભે મેઘાનું ભયાવહ રૌદ્ર સ્વરૂપ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં આકાશે વાદળો ગોરંભાયા પછી મોડાસા પંથકમાં વહેલી સવારે મુશળધાર વરસાદ થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું ૩ કલાકના સમયગાળામાં ૩.૫ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ભરાતા થોડાક કલાકો માટે તો જાણે જનજીવન થંભી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા દધાલિયા ગામમાં તો પૂરની સ્થિતિ પેદા થઈ હતી વરસાદી વહેતા પાણીમાં રોડ પર ચાલતી મહિલા તણાતા ભારે અફડાતફડી મચી હતી આજુબાજુ માંથી લોકોએ દોડી આવી બચાવી લીધી હતી રાવળ વાસના મકાનોમાં પાણી ઘુસી જતા રાવળ મણાભાઈ સોમાભાઈ નું મકાન ધરાશાયી થતા પરિવારજનો પરઆભ તૂટી પડ્‌યું હતું.

અરવલ્લી જીલ્લાના મોડાસા -ધનસુરા પંથકમાંસવારથી ધોધમાર વરસાદ ખાબકતા દધાલીયામા રસ્તા પર વરસાદી પાણી વહ્યા હતા વરથુ,મોતીપુરા અને જંબુસર સરડોઈ, વાઘોડિયા, લાલપુર, પાદર, શામપુર, સજાપુર, ટીંટીસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ૩ કલાકમાં ખાબકેલા ૩.૫ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા સરડોઇ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો સરડોઇ-લાલપુર રોડ પર આવેલા ડીપ પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાતા બંને ગામના ગ્રામજનોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા કવાયત હાથધરી વિદ્યાર્થીઓને સહી સલામત ઘરે પહોંચાડ્‌યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.