Western Times News

Gujarati News

વાવાઝોડા પહેલાં અને પછી તકેદારીના કેવા પગલાં લેવા

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે” વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

¤ વાવાઝોડા પહેલાની તૈયારી ¤

oરહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.

oસમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

oઆપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.

oસ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

oઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.

oમાછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.

oઅગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.

oઆશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

oસુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

oઅગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.

¤ વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા ¤

oજર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.

oરેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

oવાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

oવાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

oવીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

oદરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

oવીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

oમાછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

oઅગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

oખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

¤ વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી ¤

oબચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.

oઅસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

oજરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

oભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.

oઅસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.