Western Times News

Gujarati News

કોરોના સામેની લડાઈમાં ૬થી ૮ માસ ભારત માટે મહત્વપૂર્ણ

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં ભારે તબાહી મચાવી છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં દરરોજ આશરે ૪,૦૦૦ લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કોવિડ-૧૯ મહામારીની આગામી લહેરોને લઈ ચેતવણી જાહેર કરી છે. તેમના કહેવા પ્રમાણે આગામી સમયમાં કોરોનાની નવી લહેરો ભારતની મુશ્કેલી વધારી શકે છે.

ડૉ. સૌમ્યા સ્વામીનાથનના કહેવા પ્રમાણે ભારત માટે આગામી ૬થી ૧૮ મહિના કોરોના સામેની લડાઈમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. મહામારી સામેની આ લડાઈમાં વાયરસના વિકાસ પર ઘણું ર્નિભર કરે છે. વેરિએન્ટ્‌સ સામે વેક્સિનની ક્ષમતા અને વેક્સિનથી બનતી ઈમ્યુનિટી કેટલા સમય સુધી લોકોનો બચાવ કરશે તે પણ ખૂબ મહત્વ ધરાવે છે.

ડૉ. સૌમ્યાએ જણાવ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે, મહામારીના આ ઘાતક તબક્કાનો અંત નિશ્ચિતરૂપે આવશે. ૨૦૨૧ના અંત સુધીમાં જ્યારે વિશ્વની ૩૦ ટકા વસ્તી વેક્સિનેટ થઈ જશે તે સમયે આ મહામારીનો અંત દેખાઈ રહ્યો છે. તે સમયે મૃતકઆંકમાં પણ ઘટાડો જાેવા મળશે. ત્યાર બાદ ૨૦૨૨માં વેક્સિનેશનમાં તેજી આવી શકે છે.

તેમણે લોકો ખોટા સમયે ખોટી દવાઓ લઈ રહ્યા છે જેના ફાયદા કરતા નુકસાન વધુ થઈ શકે તેવી ચેતવણી પણ આપી હતી. સાથે જ કોઈ પણ દેશ બીમારીનો સામનો કરવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રોટોકોલનો સહારો લઈ શકે છે તેમ પણ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.