Western Times News

Gujarati News

વાવાઝોડાથી સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ૪૫૨૪ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા

આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે

અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા

તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના  ૪૫૨૪ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા

હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે.. ઉક્ત તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા વિવિધ  આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી  છે.

વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ૩૦૪૬ વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના ૧૧૨૩, સાણંદના ૮, વિરમગામના ૨૩૧ અને ધોળકા તાલુકાના ૧૧૬ લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.

ધોલેરામાં ‘મલ્ટી પર્પસ cyclone સેન્ટર’ છે, જ્યાં  એન.ડી.આર.એફ.ની  ટીમ  તહેનાત  કરવામાં આવી છે.. તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ  કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે.

‌આશ્રય સ્થાનોમાં રહેલ તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે… ( છેલ્લા ૨૪ કલાક દરમ્યાન- સવારે ૬ કલાકે )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.