Western Times News

Gujarati News

સરદાર સરોવરમાંથી રાજ્યનાં ૩૫ જળાશયો, ૧૨૦૦ તળાવ, ૧ હજારથી વધુ ચેકડેમ છલકાશે

Files Photo

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહતનાં સમાચાર પણ આવ્યા છે. નર્મદા નિગમના એમડી ડૉ. રાજીવ ગુપ્તાએ ટ્‌વીટ કરીને માહિતી શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. જાે કે બે દિવસ પહેલા ગુજરાતનાં ખેડૂતોને ઉનાળુ પાક ન બગડે તે માટે ગુજરાત સરકારે અખાત્રીજથી આગામી ૩૦ જૂન સુધી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો ર્નિણય કર્યો છે.

હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથીરોજનાં ૧૫ હજાર ક્યૂસેક પાણી ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં પહોંચાડવાનો ર્નિણય લીધો છે. જાે કે આ ર્નિણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતનાં તળાવો અને ચેકડેમોમાં અબજાે લીટર પાણી ઠાલવવામાં આવશે.

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ દ્વારા રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડવામાં આવશે. આ ઉપરાંત તળાવો નાની નદીઓ પણ ભરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઉંચાઇ કરતા પણ વધારે પાણી છે. હાલ સરદાર સરોવરમાં ૨૦૦૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઇવ સ્ટોરેજનો જથ્થો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.