Western Times News

Gujarati News

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેન્સન ત્રીજા લગ્ન કરશે

ફેબ્રુઆરી ૨૦૨૦માં કેરી સાયમંડ્‌સ સાથે સગાઈ કરી-જાેન્સન અને સાયમંડ્‌સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે, બંનેએ મિત્રો-પરિવારના સભ્યોને આમંત્રણ મોકલ્યું

લંડન, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેન્સન આગામી વર્ષે ગરમીની સિઝનમાં પોતાની ફિયાન્સી કેરી સાયમંડ્‌સ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. રિપોર્ટ પ્રમાણે જાેન્સન અને સાયમંડ્‌સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરવાના છે. રિપોર્ટ પ્રમાણે બંનેએ પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને લગ્નનું આમંત્રણ મોકલી દીધું છે. જાેકે વેડિંગ ડેસ્ટિનેશનનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેન્સન અને તેમની પ્રેમિકા કેરી સાયમંડ્‌સે ફેબ્રુઆરી ૨૦૨૦માં સગાઈ કરી હતી. બંનેએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. બોરિસ જાેન્સનની ઉંમર ૫૬ વર્ષની છે. જ્યારે કેરીની ઉંમર ૩૩ વર્ષ છે. ૨૦૧૯માં પ્રધાનમંત્રી બન્યા પછી જાેન્સન અને સાયમંડ્‌સ ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહે છે. બંનેનો એક પુત્ર પણ છે. જેનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જાેન્સન છે. ગયા વર્ષે સાયમંડ્‌સે વિલ્ફ્રેડને જન્મ આપ્યો હતો. જાેન્સન પોતાના તેજતર્રાર વ્યક્તિત્વ માટે જાણીતા છે. જાેન્સનના પહેલા લગ્ન મારિના વ્હીલર સાથે થયા હતા. અને બંનેના ચાર બાળકો છે. તેમના નામ લારા લેટિસ, મિલો આર્થર, કૈસિયા પીચેસ અને થિયોડોર અપોલો છે. લગ્નના ૨૫ વર્ષ પછી જાેન્સને મારિનાથી સપ્ટેમ્બર ૨૦૧૮માં અલગ થવાનો ર્નિણય લીધો. કહેવામાં આવે છે કે જાેન્સનનું પાંચમું બાળક પણ છે. જેનું નામ સ્ટેફની મેકિનટ્રે છે. સ્ટેફનીની માતા બોરિસ જાેન્સનની સલાહકાર હતી. મારિન સાથે છૂટાછેડા પછી જાેન્સને એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા. જાેન્સનના પત્રકાર પેટ્રોનેલા વાયટ અને એના ફઝેકેરલેની સાથે પણ અફેરની ચર્ચા ઉડી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮માં પૂર્વ ટોરી કમ્યૂનિકેશન પ્રમુખ કેરી સાયમંડ્‌સની સાથે તેમના સંબંધોના સમાચાર સામે આવ્યા અને પછી તે સાથે રહેવા લાગ્યા. કેરી સાયમંડ્‌સ પ્રધાનમંત્રી જાેન્સનની ત્રીજી પત્ની બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.