Western Times News

Gujarati News

જે લોકોને હૃદયની કે તેને સંબંધિત સમસ્યાઓ છે, તેવા લોકો પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી જાય છે

Files Photo

શુગર લેવલને કંટ્રોલમાં રાખવા કારગર સાબિત-નેચરલ એન્ટીઓક્સિડેન્ટ્‌સનું નિયમિત સેવન કરવું જાેઈએ

નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે લોકો હાલ પ્રાકૃતિક અને ઘરેલું ઉપાયો પર વધુ ભાર મૂકી રહ્યા છે. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસના દર્દી છે અને કોરોના વાયરસના ચેપથી બચવા માંગે છે, તેવા લોકોમાં આજકાલ ઘરેલું ઉપચાર તરફ વધુ ઝૂકાવ જાેવા મળે છે.

મહામારીમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખવા રોજિંદા જીવનમાં નેચરલ એન્ટીઓક્સિડેન્ટનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, નેચરલ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં શુગર લેવલને કાબૂમાં રાખવામાં અને કોલેસ્ટ્રોલ મેનેજ કરવામાં ઉપયોગ સાબિત થઇ શકે છે.

આ સાથે તમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. જાેકે ડાયાબિટીસના દર્દીઓમાં સંક્રમણ ફેલાવાનો દર એટલો વધુ તો નથી, પરંતુ તેમને અમુક મુશ્કેલીઓ અવશ્ય પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ પહેલાથી જ ઓછી હોય છે અને તે જ કારણ છે કે શરીરમાં કોઇ વાયરસનો ચેપ સરળતાથી લાગી શકે છે.

આ ખતરો બંને ટાઇપ-૧ અને ટાઇપ-૨ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે છે. ગામા-ઓરિઝેનોલ કે એન્ટિઓક્સિડેન્ટનું મિશ્રણ ધરાવતું બ્રાન્સ ઓઇલ ફ્રેક્શન શુગર લેવલ ઘટાડવામાં અને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં રાખવામાં અસરકારક હોવાનું અને અન્ય સ્વાસ્થ્યદાયક લાભો પણ થતા હોવાનું વૈજ્ઞાનિક ઢબે પૂરવાર થઇ ચૂક્યું છે.

નવી દિલ્હીની મેક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ન્યૂટ્રીશન એન્ડ ડાયટેટિક્સ ચારૂ દુઆ જણાવે છે કે, રોજિંદા જીવનમાં અમુક બદલાવ અને મેડિટેશન, સાત્વિક ડાયટથી શુગર લેવલને કંટ્રોલમાં રાખવુ અતિ આવશ્યક છે. ગામા ઓરિઝેનોલ રાઇસ બ્રાનમાં રહેલ નેચરલ એન્ટિઓક્સિડેન્ટ છે.

તે વધી ગયેલા શુગર લેવલને કાબૂ રાખવાની સાથે મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જે લોકોને હૃદયની કે તેને સંબંધિત સમસ્યાઓ છે, તેવા લોકો પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી જાય છે. હૃદયની સમસ્યાઓ માટે ખરાબ કોલેસ્ટ્રોલ સૌથી મોટું કારણ છે.

તેથી તમારા લિપિડ પ્રોફાઇલ અને હેલ્થી કોલેસ્ટ્રોલ લેવલને જાળવવું ખૂબ જરૂરી છે. ત્યારે ગામા ઓરિઝેનોલમાં રહેલા ગુણો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ બને છે. ગુરૂગ્રામમાં આવેલ મેદાંતા-ધ મેડિસિટીના પ્રવિણ ચંદ્રાના જણાવ્યા અનુસાર, હ્યદયના સારા સ્વાસ્થ્ય માટે નિયમત રીતે કોલેસ્ટ્રોલ લેવલ તપાસવું ખૂબ જરૂરી છે. ગામા ઓરિઝેનોલ હાર્ટ એટેકથી બચાવવામાં ખૂબ ઉપયોગી બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.