Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં તેલનાં ડબ્બામાં દારૂની હેરાફેરી

પ્રતિકાત્મક

કૃષ્ણનગર પોલીસે તેલનાં ડબ્બામાં પેક કરેલો દારૂ-બિયરનો ૩.૧૦ લાખનો જથ્થો પક્ડ્યોઃ એક પકડાયોઃ બાતમીને આધારે કરેલી કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયની તથા શહેરની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવા છતાં બુટલેગરો ‘સેટીંગ’માં કે અવનવા કિમીયા વાપરીને પણ રાજયમાં દારૂ ઘુસાડતા હોય છે જેમને સક્રીય પોલીસ ઝડપી પાડતી હોવાના ઘણાં બનાવો સામે આવે છે. જાે કે ક્રિષ્ણાનગર પોલીસે પકડેલો દારૂનો જથ્થો છુપાવવા બુટલેગર અપનાવેલી રીત જાેઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. રૂપિયા સાડા ત્રણ લાખની આસપાસનો દારૂ તથા બિયરનો જથ્થો તેલના ડબ્બામાં સીલપેક હેરાફેરી કરતા પોલીસે ઝડપી લીધો હોત.

આ ઘટના અંગેની વિગત એવી છે કે ક્રિષ્ણાનગર પોલીસની ટીમને એક ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થવાનો હોવાની બાતમી મળી હતી જેને પગલે પોલીસની ટીમ સાંઈ ચોક નજીક વોચમાં ગોઠવાઈ હતી અને બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે કોર્ડન કરીને ડ્રાઈવર બિપીન શિવાભાઈ જાદવ (ભગવતીનગર, નરોડા)ની પુછપરછ કરતા તેણે તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું.

જાેકે તેલના ડબ્બાને કટર મશીન વડે કાપતા તેમાંથી ઈંગ્લીશ દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. તમામ ૮૦ ડબ્બા કાપતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૩૪ દારૂની બોટલો તથા ર૩પ બિયરના ટીન મળ્યા હતા રૂપિયા સાડા ત્રણ લાખનો દારૂનો જથ્થો ઉપરાંત ટેમ્પો, મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા ૪.૮૦ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.

બીજી તરફ ડ્રાઈવરની પુછપરછ કરીને જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો એ દિશામાં તપાસ શરૂ કરાઈ છે. દરમિયાન બીપીન તથા વોન્ટેડ આરોપી રાકેશ ગુપ્તા (પતરાવાળી ચાલી, ચમનપુરા) વિરુધ્ધ પ્રોહીનો ગુનો નોંધવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.