Western Times News

Gujarati News

ગ્લોબલ ટેરી ટોવેલ એક્સપો એન્ડ સમિટ 2019-  25-27 સપ્ટેમ્બરે સોલાપુરમાં યોજાશે

ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ નેટવર્ક (ઈન્ટરનેશનલ ટ્રેડ એડવાઈઝર) અને મહારાષ્ટ્ર સહકાર, માર્કેટિંગ અને ટેક્સટાઈલ મંત્રાલયના સાથે સહયોગમાં આયોજિત

એશિયા પેસિફિક હોમ ટેક્સટાઈલ્સ બજારમાં તૃતીય સૌથી વિશાળ બજાર હિસ્સા સાથે ભારત 2020 સુધી 5.6 અબજ ડોલરનું લક્ષ્ય ધરાવે છે

ધ વાઈબ્રન્ટ ટેરી ટોવેલ ગ્લોબલ એક્સપો એન્ડ સમિટ 2019 સોલાપુરમાં 25મીથી 27મી ઓગસ્ટ વચ્ચે સોલાપુરમાં યોજાશે, જેમાં કપાસ ઉગાડનારા અને ઉત્પાદકોથી ટ્રેડરો, નિકાસકારો અને આયાતકારો ટેરી ટોવેલ ઉત્પાદકો માટે માર્કેટિંગ અને નિકાસની તકોનો લાભ લેવા અને ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેનું અંતર દૂર કરવા માટે અજોડ મંચ પર એકત્ર આવશે. ધ વાઈબ્રન્ટ ટેરી ટોવેલ ગ્લોબલ એક્સપો એન્ડ સમિટ 2019 કર્મવીર અપ્પાસાહેબ કદાદી સાંસ્કૃતિક ભવાવ, સિદ્ધેશ્વર સહકારી શુગર ફેક્ટરી વિસ્તાર, હોટગી રોડ, સોલાપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાશે.

ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ નેટવર્ક (ઈન્ટરનેશનલ ટ્રેડ એડવાઈઝર) સાથે સહયોગમાં આયોજિત અને સહકાર, માર્કેટિંગ અને ટેક્સટાઈલ મંત્રાલયના ટેકાથી યોજાનારા આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ટુવાલ સાથે અજોડ જેકર્ડ ગૂંથણ કરેલા ટેરી ટુવાલ અને અન્ય બાથ લિનેન પ્રોડક્ટો પ્રદર્શિત કરાશે, જે વૈશ્વિક સ્તરે વેપાર કડીઓ જોડવામાં મદદરૂપ થશે. વૈશ્વિક ખરીદદારો મહારાષ્ટ્રના ચુનંદા પુરવઠાકારોને મળશે, જેથી તેમની આગામી પ્રાપ્તિના સોદા અને ખાનગી લેબલો પર વાટાઘાટ કરી શકશે.

આ સમિટ ઉત્પાદકો અને ખરીદદારોને એક મંચ પર લાવવા સાથે સહભાગીઓ સાથે ચર્ચા અને આદાનપ્રદાન સત્રો થકી આ ક્ષેત્રની નવી ટેકનોલોજીઓ અને ઈનોવેશન્સ પણ પ્રદર્શિત કરશે. ઉપરાંત તે ઉત્પાદકોને નિકાસ બજાર માટે અજોડ પ્રોડક્ટો વિકસાવવા માટે પ્રોત્સાહન આપવા સાથે ઘરઆંગણાની અને આંતરરાષ્ટ્રીય બજારો માટે પ્રત્યક્ષ નેટવર્કિંગ તકો પણ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ટુવાલ અને બાથ લિેનેન ક્ષેત્ર દ્વારા સામનો કરાતા પડકારો માટે નિવારણો પણ પૂરાં પાડવામાં આવશે, એમ ટીડીએફના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાજેશ ગોસ્કીએ જણાવ્યું હતું.

ભારત એશિયા- પેસિફિક હોમ ટેક્સટાઈલ્સ બજારમાં તૃતીય સૌથી વિશાળ બજાર હિસ્સો ધરાવે છે,સ જે ભારતમાં 2014માં અંદાજિત 3.7 અબજ ડોલરનો હતો અને 2020 સુધી 5.6 અબજ ડોલરે પહોંચવા માટે 2015 અને 2020 વચ્ચે 7.2 ટકાની સીએજીઆરે દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામવાની ધારણા છે. બેડ લિનેન અને બેડ સ્પ્રેડ 2014માં 2.1 અબજ ડોલર મૂલ્યની ભારતીય હોમ ટેક્સટાઈલ્સ બજારમાં 58.1 ટકા હતી અને 7.4 ટકાની સીએજીઆરે વૃદ્ધિ પામીને 2015 અને 2020 વચ્ચે 3.3 અબજ ડોલરનો આંક વટાવીને સર્વોચ્ચ વૃદ્ધિ નોંધાવવાની ધારણા છે. બાથ અને ટોઈલટ લિનેન દ્વિતીય સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે તે વૃદ્ધિ દરની દષ્ટિએ બેડ લિનેન અને બેડ સ્પ્રેડને અનુસરવાની અપેક્ષા છે અને 2020 સુધી 0.9 અબજ ડોલરે પહોંચવા માટે 6.9 ટકા જીએજીઆર નોંધાવવા માટે સસજ્જ છે, એમ ટીડીએફના પ્રેસિડેન્ટ સિદ્ધેશ્વર ગદ્દામે જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગનો નોંધનીય વારસો મહારાષ્ટ્રમાં છે. પ્રદર્શનમાં ઉચ્ચ ગુણવત્તાના ટુવાલ મુકાશે અને વેપાર ભાગીદારીઓને પણ પ્રોત્સાહન મળશે. 20 દેશમાંથી કુલ 200 ખરીદદારો અને 3000થી વધુ ઘરઆંગણાના ગ્રાહકો પ્રદર્શનની મુલાકાત લેશે. આમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, હોલસેલરો અને રિટેઈલરો, કોર્પોરેટ ખરીદદારો, પરચેઝિંગ એજન્ટો, મર્ચન્ટ્સ અને નિકાસકારોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુકે, યુએસ, યુએઈ, કેનેડા, પોલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ન્યૂ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, યુગાંડા, કેનિયા, કતાર અને સાઉદી અરેબિયા પધારશે, એમ ટીડીએફના વાઈસ પ્રેસિડેન્ટ જયંત અકેને જણાવ્યું હતું.

પ્રદર્શનનું લક્ષ્ય સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં મેક ઈન ઈન્ડિયા અને મેક ઈન મહારાષ્ટ્રનાં સપનાં સાકાર કરવાનું છે.

સમિટમાં ઘરઆંગરણાના અને વૈશ્વિક વક્તાઓ વિવિધ ઉદ્યોગ સુસંગત વિષયો પર ટુવાલ અને બાથ લિનેન ક્ષેત્ર વિશે બોલશે. સહભાગીઓને ટુવાલ અને બાથ લિનેન ક્ષેત્રમાં નવી ટેકનોલોજિકલ પ્રગતિ અને ઈનોવેશન્સ વિશે અવગત કરશે. સહભગીઓને તેને લીધે ટુવાલ અને બાથ લિનેન ક્ષેત્ર દ્વારા સામનો કરાતા પડકારો માટે નિવારણો મળશે. ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગના વારસામાં મહારાષ્ટ્રનું નોંધનીય યોગદાન છે.

સોલાપુર ટેરી ટુવાલ અને ચાદરના ઉત્પાદન માટે નામાંકિત કેન્દ્ર છે અને આ પ્રોડક્ટો બૌદ્ધિક સંપદા અધિકાર હેઠળ નોંધણીકૃત છે. સોલાપુરના ઉત્પાદકોને નવા ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો લાભ મળશે, જેણે તેમની પ્રોડક્ટો પ્રસ્તુત કરવા માટે મંચ તૈયાર કર્યું છે અને ઘરઆંગરણાના અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સાથે પ્રત્યક્ષ કડી મળશે. સોલાપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો ફૂલીફાલી રહ્યા છે. લગભગ 800 ઉત્પાદકોને આ પ્રદર્શનથી લાભ મળશે. ભારત પાસે સંપૂર્ણ વિકસિત દુનિયાને પહોંચી વળવા અને ઘરઆંગણે રોજગારી નિર્માણ કરવા માટે ભરપૂર તકો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.