Western Times News

Gujarati News

શ્રમિકો અને વંચિત સમુદાયના લોકો માટે નિઃશુલ્ક કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કર્યું

નાણાં ચુકવીને રસી મેળવનાર લોકો એક ડોઝ જરૂરિયાતમંદને ડોનેટ કરી શકે એ માટે વિશિષ્ટ #GetOneGiveOne અભિયાન શરૂ કર્યું 

બેંગાલુરુ, ભારતની અગ્રણી હેલ્થકેર ચેઇન નારાયણા હેલ્થએ ભારતના સૌથી વધુ વિશ્વસનિય ઓનલાઇન ગિવિંગ પ્લેટફોર્મ ગિવઇન્ડિયા સાથે જોડાણમાં આજે બેંગાલુરુમાં ‘ફ્રી કોવિડ-19 રસીકરણ અભિયાન’ની જાહેરાત કરી હતી. આ પહેલ પ્રથમ તબક્કામાં 2,000 લોકોનું રસીકરણ કરશે

અને દેશભરમાં સમાજના વંચિત અને નબળાં વર્ગો, પરપ્રાંતીય મજબૂતોના બહોળા સમુદાય સુધી પહોંચશે. આ કાર્યક્રમને નારાયણા હેલ્થના સ્થાપક અને ચેરમેન ડૉ. દેવીપ્રસાદ શેટ્ટી તથા ગિવઇન્ડિયાના સીઇઓ અને ફાઉન્ડર 2.0 અતુલ સતિજાએ લીલી ઝંડી આપી હતી.

પ્રથમ તબક્કામાં રસીકરણ અભિયાન મરહબા પેલેસ, ગોવિંદપુરા, મસ્જિદ એ આતીક સ્કૂલ, સોમેશ્વર નગરમાં 1સ્ટ મેઇન રોડ ટેંક ગાર્ડન તથા અત્તિબેલેમાં ગવર્મેન્ટ પ્રાઇમરી બૉય્સ સ્કૂલમાં 18 વર્ષથી વધારે વય ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે #GetOneGiveOne રસીકરણ અભિયાન પણ શરૂ થયું હતું. આ પહેલનો આશય વંચિત વર્ગના નાગરિકો માટે રસી ઝડપથી, નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ કરાવવાનો છે. #GetOneGiveOne દ્વારા નારાયણા હેલ્થ દ્વારા નાણાં ચુકવીને રસી મેળવનાર લોકો રસીનો એક ડોઝ એક જરૂરિયાતમંદને ડોનેટ કરી શકે છે.

નારાયણા હેલ્થ દ્વારા રસીકરણ મેળવનાર કોર્પોરેટને દરેક કર્મચારી માટે ડોનેટ કરવા પ્રોત્સાહન મળશે.

આ પહેલ વિશે નારાયણા હેલ્થના સ્થાપક અને ચેરમેન ડૉ. દેવીપ્રસાદ શેટ્ટીએ કહ્યું હતું કે, “દેશને કોવિડ-19 સામે રક્ષણ આપવાની સૌથી સસ્તી અને સૌથી અસરકારક રીત રસીકરણ છે. ચાર સભ્યોના ગરીબ પરિવારને ખાનગી હોસ્પિટલમાં તમામ સભ્યનું રસીકરણ કરવાનું મોંઘું પડશે અને નિઃશુલ્ક રસી માટે રાહ જોવાનું તેમના સ્વાસ્થ્ય અને આજીવિકા એમ બંને માટે જોખમરૂપ થઈ શકે છે.

જ્યારે તમને તમારી રસી મળી જાય છે, ત્યારે અન્ય રસી ગિવઇન્ડિયાના #GetOneGiveOne અભિયાનને ડોનેટ કરવા વિશે વિચારો. ગિવઇન્ડિયા પોતાના ટર્નની રાહ ન જોઈ શકે એવા યુવાન શ્રમિકો જેવા જરૂરિયાતમંદોને ઘરઆંગણે નિઃશુલ્ક રસીકરણ કરવા કામ કરશે. સંયુક્તપણે આપણે કોવિડ-19 સામે લડી શકીએ અને આપણા દેશને સલામત બનાવી શકીએ.”

#GetOneGiveOne અભિયાન વિશે ગિવઇન્ડિયાના સીઇઓ અને ફાઉન્ડર 2.0 શ્રી અતુલ સતિજાએ કહ્યું હતું કે, “સમગ્ર ભારતમાં રસી ઉપલબ્ધ કરાવવા અને વાજબી બનાવવાના લક્ષ્યાંક સાથે આ પહેલ અમને સમયસર રીતે કોરોનાવાયરસ સામે ઓછી આવક ધરાવતા સમુદાયોનું રસીકરણ કરવામાં પણ મદદરૂપ થશે. અમને વિશ્વાસ છે કે, અમારી પાર્ટનર તરીકે નારાયણા હેલ્થ સાથે અમે શહેરી અને ગ્રામીણ એમ બંને ક્ષેત્રોમાં વધારે કવરેજ હાંસલ કરીશું તથા મહામારીથી સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગનું રક્ષણ કરશે.”

ગિવઇન્ડિયાને દરેક ડોઝનું તમામ દાન વંચિત સમુદાયના લોકોને મળશે, જે આવકવેરા ધારાની કલમ 80જી હેઠળ કરમુક્તિને પાત્ર હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.