Western Times News

Gujarati News

TMC સાંસદ નુસરત જહાંએ પતિ સાથે નાતો તોડયો

કોલકતા: બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ તેના પતિ નિખિલ જૈન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આજે ખુદ નુસરત જહાંને એક નિવેદન બહાર પાડીને તેના પતિ નિખિલ જૈનથી અલગ થવાની ઘોષણા કરી હતી. આપને જણાવી દઈએ કે નુસરત જહાંએ એક વર્ષ પહેલા નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.

નુસરત જહાં અને નિખિલ જૈને ગત વર્ષે ૧૯ જૂને તુર્કીના બોદ્રમમાં લગ્ન કર્યાં હતાં અને તેમના લગ્ન ચર્ચામાં પણ છવાયા હતા. બંનેના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

નૂસરત જહાંએ આજે પોતે જ એક નિવેદન આપ્યુ હતુ કે, તુર્કીના મેરેજ રજિસ્ટ્રેશન એકટ પ્રમાણએ આ લગ્ન ગેરકાયદે છે. અમારા અલગ અલગ ધર્મ હોવાથી સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ રજિસ્ટ્રેશન જરુરી હતુ. જે ક્યારેય કરવામાં આવ્યુ નહોતુ. કાયદા પ્રમાણે તો આ લગ્ન હતા જ નહી પણ કદાચ તેને લિવ ઈન રિલેશનશિપ કહી શકાય.

આમ લગ્ન નહીં થયા હોવાથી છૂટાછેડા લેવાનો સવાલ ઉભો થતો નથી. અમે બહુ પહેલા અલગ થઈ ગયા હતા.આ બાબતે મેં અત્યાર સુધી જાહેરમાં વાત કરી નહોતી. હું મારી પ્રાઈવેટ લાઈફને મારા પૂરતી જ સિમિત રાખવા માંગતી હતી.

નૂસરત જહા તેના પતિથી છેલ્લા ૬ મહિનાથી અલગ થઈને રહેતી હતી. તેના પતિ નિખિલ જૈને કહ્યુ હતુ કે, જે દિવસે મને ખબર પડી કે નૂસરત મારી સાથે નહીં પણ બીજા કોઈ સાથે રહેવા માંગે છે તે જ વખતે મેં કેસ કર્યો હતો. હું ભવિષ્યમાં નૂસરત સાથે કોઈ સબંધ રાખવા માંગતો નથી.

બીજી તરફ નૂસરત જહાંએ કહ્યુ છે કે, હું મારી બહેન અને પરિવારનો ખર્ચો જાતે ઉઠાવી રહી છું પણ કેટલાક લોકો તેની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કોઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રકી રહી નથી. આ બાબતે હું બેન્ક સાથે વાત કરવાની છું અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની છું.

આપને જણાવી દઈએ કે, નુસરત જહાંને રાષ્ટ્રીય સ્તરે ઓળખ લોકસભાના સભ્ય બન્યા બાદ મળી છે, પરંતુ આ પહેલાં તે એક ભારતીય એક્ટ્રેસ અને મોડલ પણ રહી છે. બંગાળી સિનેમામાં સક્રિય નુસરત જહાં, ૨૦૧૯માં ટીએમસીની સાંસદ બની સંસદ ભવનમાં પ્રવેશી. લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ છે. નુસરતને ધર્મ નિરપેક્ષતા અને દેશને સર્વપ્રથમ સન્માન આપવાને લઈને તેની ઘણી જ સરાહના થઈ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.