Western Times News

Gujarati News

કોરોનાથી થયેલા મોતના આંકડામાં ભારે ગડબડ થઈ છે : બિહાર સરકાર

Files Photo

પટણા: પટના હાઈકોર્ટે પણ અનેક વાર આંકડામાં ભારે અંતરને લઈને સરકારની ઝાટકણી કાઢી છે. પરંતુ હવે સરકારે પોતે માન્યું છે કે કોરોનાથી થયેલા મોતના આંકડામાં ભારે ગળબડ થઈ છે. બુધવારે સ્વાસ્થ્ય વિભાગની ઉપર મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે કે અત્યાર સુધીમાં જે આંકડા ૫૪૨૪ ગણાવાઈ રહ્યા હતા તે હકિકતમાં ૯૩૭૫ (૭ જૂન સુધી) છે.હકિકતમાં ૧૮ મેના રોજ રાજ્ય સરકારે કોરોનાથી થનારા મોતના આંકડાને લઈને તપાસનો ર્નિણય કર્યો હતો. આ માટે બે ટીમ બનાવી હતી. જેમના રિપોર્ટ બાદ આ બેદરકારી સામે આવી હતી.

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જિલ્લામાં કરાવવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે કોરોનાથી થનારા મોતના આંકડામાં ભારે અનિયમિતતા વર્તવામાં આવી છે. પ્રત્યય અમૃતે માન્યુ છે કે આ સંવેદનશીલ મામલામાં ઘણી અસંવેદનશીલતા દાખવવામાં આવી છે. તેમણે બેદરકારી દાખવનાર સામે પગલા ભરવાની વાત કહી છે. પરંતુ અત્યાર સુધીમાં કેટલા લોકો પર કાર્યવાહી થઈ તેવા સવાલ પર તેમણે મોન સાધ્યુ હતુ.

એટલું જ નહીં પ્રત્યય અમૃતે કોરોનાથી થનારા મોતના આંકડામાં પકડાયેલી બેદરકારી પર કેટલાક તર્ક રજુ કર્યા છે. તેમણે જણાવ્યુ કે અનેક લોકોના મોત હોમ આઈસોલેશનમાં થયા છે. ઘણા લોકો સંક્રમિત હોવાને કારણે બીજા જિલ્લામાં ચાલ્યા ગયા અને જ્યાં તેમના મોત થયા છે. તો કેટલાકના મોત પોસ્ટ કોવિડ થયા છે. જેથી સાચા આંકડામાં સમસ્યા આવી.

જાે કે વિપક્ષ સરકાર પર મોતના આંકડા છુપાવવાનો આરોપ લગાવી રહી છે. સરકારે મોતના આંકડામાં સુધારો જરુર કર્યો છે પણ દાવો છે કે બિહારના ગ્રામીણ વિસ્તારમાં આવા અગણિત લોકોના મોત થયા છે જેમનામાં કોરોનાના લક્ષણો તો હતા પરંતુ તેમની કોરોના તપાસ નહોતી થઈ શકી. એટલા માટે તે સરકારી આંકડામાં સ્થાન ન મેળવી શક્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.