Western Times News

Gujarati News

અંકલેશ્વરની આમલાખાડીની સંપૂર્ણ સફાઈ ક્યારે થશે?

સ્થાનિકોમાં અસંતોષ, નાયબ કલેકટરને લેખિત રજૂઆત

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલાખાડીમાં હાલ પ્રિ-મોન્સૂનની કામગીરીની શરૂઆત થ છે જે ઘણી મોડેથી થઈ છે. વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ વચ્ચે થઈ રહી છે એટલે આ કામગીરીમાં ઘણું મોડુ થયું છે. સાથે સાથે જે કામગીરી થઈ રહી છે

એ પરિણામલક્ષી નથી કારણ કે નાના (૧૪૦) હિટાચી ફોકલેન્ડ મશીનથી કામગીરી થઈ રહી છે જે ઉંડી અને પહોળી આમલાખાડી માટે નિરર્થક છે. જરૂરિયાત મુજબ વધુ અને ઝડપી પાણીનો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની છે. જયારે આ નાનુ મશીન ખાડીએ કામગીરી કરવામાં અસમર્થ છે તે ફકત ઉપર-ઉપર જ કામગીરી કરી રહ્યો છે તે ફકત ઉપલી પાળાને સુશોભિત કરવામાં જ સમય પસાર કરી રહ્યો છે .

ભૂતકાળમાં દરેક વખતે મધ્યમ સાઈઝ (ર૦૦)ના મશીનથી જ સફાઈ થતી આવી છે. પહેલી વખતે નાના મશીનથી સફાઈ થઈ રહી છે જે યોગ્ય નથી. બે દિવસ પહેલા સ્થાનિક ગામ આગેવાનોએ આ કામગીરીની જાણકારી અને વિરોધ ટેલીફોનિક માધ્યમથી નોટિફાઈડ વિસ્તારના જવાબદાર અધિકારી અશોક ચૌહાણને કરી હતી તેમણે સ્થળ પર આવી નિરીક્ષણ કરી નિર્ણય લેવાનું કહ્યું હતું જાેકે, કોઈપણ અધિકારી આવ્ય્‌ નથી અને કામગીરી ચાલુ જ રાખી છે.

આમ આ સરકારી નાણાંનો અને કિંમતી સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે. મોડે મોડે શરૂઆત થયેલ છે અને તે નાના મશીન (૧૪૦)થી થતી આ ધીમી ગતિની કાર્યવાહીથી આમલાખાડીની પૂર્ણ સફાઈ થશે કે કેમ? અને થશે તો ક્યારે અને કેવી થશે એવી અનેક આશંકાઓની ચર્ચા થઈ રહેલ છે.

આ બાબતે સ્થાનિક આગેવાનોએ નાયબ કલેકટર અને નોટિફાઈડ વિભાગના મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરેલ છે આ થયેલ અને ચાલી રહેલ કામગીરીની નિષ્પક્ષ ત્રાહિત અજન્સી પાસે તપાસ કરાવવામાં આવે અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી નાણાંની ચુકવણી રોકવામાં આવે સમય ઓછો હોવાથી બાકી રહેલ કામગીરી યોગ્ય મશીનો દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.