Western Times News

Gujarati News

ચોખાના ભૂંસાની આડમાં લવાતો વિદેશી દારૂ જપ્ત

Files Photo

પોલીસે ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જાેવા મળ્યું હતું, વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની યુવક ઝડપાઈ ગયા

ભાવનગર: ભાવનગર શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા ૧૧.૯૦ લાખની કિંમતના વિદેશી દારૂની ૧૧૯૦૪ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી હતી. ભાવનગરના એએસપી સફિન હસનને ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડવાની અંગેની વાત મળી હતી.

જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. નિલમબાગ પોલીસે શહેરના હિમાલયા મોલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

પોલીસે ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જાેવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી ૧૧.૯૦ લાખ કિંમતની વિદેશી દારૂની ૧૧૯૦૪ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એએસપી સફિન હસનને બાતમી મળતા નિલમબાગ પોલીસે હિમાલિયા મોલ નજીક વોચ ગોઠવી હતી. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અને સતવિર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સોને દારૂ ભરેલ ટ્રક, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા ૩૯,૭૫,૨૦૪ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો સહિતની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.