Western Times News

Gujarati News

નિવૃત્ત પોલીસ કર્મચારી પાસેથી ૧.૫૧ કરોડ લૂંટ્યા

અમદાવાદ: જ્યારે પહેલો ફોન કોલ આવ્યો ત્યારે વડોદરા પોલીસના નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે ૩.૫૦ લાખનો નિષ્ક્રિય જીવન વીમો આપવાનું વચન આપીને તેમની પાસેથી એક-બે નહીં પણ ૪૯ ઠગો ૧.૫૧ કરોડ રુપિયા લૂંટી લેશે. નિવૃત્ત અધિકારી સાથે સપ્ટેમ્બર ૨૦૧૪થી લઈને જાન્યુઆરી ૨૦૨૧ સુધી છેતરપિંડી થઈ છે. આ ઠગો અલગ અલગ હોદ્દા ધરાવીને પોલીસ અધિકારી પાસે આવતા હતા. જેમ કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈન્શ્યોરન્સ એજન્ટ્‌સ, સીબીઆઈના અધિકારી, ગવર્નિંગ બોડી ઓફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલમાં તેમનો કેસ લડી રહેલા વકીલો, ઈન્ટીગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ(આઈજીએમએસ)ના અધિકારીઓ, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(આઈઆરડીએ)ના અધિકારીઓ વગેરે.

નિવૃત્ત ડીવાયએસપી મનોજ વાઘેલાની ઉંમર ૭૪ વર્ષ છે અને તેઓ વડોદરામાં હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહે છે. તેમણે આખરે ૧૦મી જૂનના રોજ સાઈબર ક્રાઈમ વિભાગમાં ૨૧ પાનાંની ફરિયાદ નોંધાવી જેના આધારી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઠગો વિરુદ્ધ ઠેતરપિંડી, ગુનાહિત પ્રવૃત્તિમાં સાથ આપવો તેમજ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મનોજ વાઘેલાની ફરિયાદ અનુસાર, તેમને સૌથી પહેલા દિલ્હીથી દિશા સિંઘાનિયા નામની ઈન્શ્યોરન્સ એજન્ટનો ફોન આવ્યો હતો જેણે મનોજ વાઘેલાને તેમની નિષ્ક્રિય વિમા પોલીસીની પૂછપરછ કરી હતી અને ૩.૫૦ લાખના પ્રિમિયમની ઓફર આપી હતી. વાઘેલા તેની વાતોમાં આવી ગયા અને પછી એક પછી એક છેતપિંડીનો સિલસિલો શરુ થયો. ઈન્શ્યોરન્સ એજન્ટે તેમને અન્ય એક વ્યક્તિનો નંબર આપ્યો જેમે કહ્યું કે, તેમણે ખાનગી કંપનીની અન્ય એક પોલિસીમાં પણ રોકાણ કર્યું છે અને ૨૭ લાખ પ્રિમિયમની લાલચ આપી.

ત્યારપછી વિવિધ એજન્ટ્‌સે મનોજ વાઘેલાને ફોન કર્યા અને અલગ અલગ વસ્તુઓ માટે પૈસા ચુકવવાનું કહ્યું. તેમણે કહ્યું કે, કંપનીના નિયમો અનુસાર જાે જૂના વીમાના પૈસા જાેઈતા હોય તો કંપનીની નવી કોઈ પોલિસીમાં રોકાણ કરવું પડશે. આ પ્રકારની માહિતી મેળવીને મનોજ વાઘેલાએ સપ્ટેમ્બર ૨૦૧૪થી મે ૨૦૧૫ દરમિયાન ૬૧.૬૫ લાખ ચુકવ્યા, જેમાં ૧૨ લાખની પોલિસી પરિવારના સભ્યોના નામે હતી અને ૪૯ લાખની થર્ડ પાર્ટી પોલિસીઓ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.