Western Times News

Gujarati News

પેટ્રોલમાં ૨૫ પૈસાનો અને ડિઝલમાં ૧૩ પૈસાનો વધારો

Files Photo

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ૧૬ જૂને ફરી વધારો ઝીંકી દીધો છે. સતત મોંઘું થઈ રહેલું પેટ્રોલ કેટલાક શહેરોમાં ૧૦૭ રૂપિયા પ્રતિ લીટરને પાર વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, આજે પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ, ડીઝલની કિંમતમાં ૧૩ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૯૬.૬૬ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૭.૪૧ રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે.

ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.