Western Times News

Gujarati News

પ્રાંતિજના તાજપુર કુઈ ને.હા.8 પર ટ્રક રોડ વચ્ચોવચ ખોટકાતા બંને સાઇડ આવતા વાહનોની બબ્બે કિમી ની કતાર .

અવરનવર ટ્રાફિક જામ ના દૃશ્યો સર્જાય છે .

હાઇવે પોલીસ દ્રારા ટ્રાફિક હળવો કરવામાગ  .

અવરનવર ૧૦૮ અને એમ્બ્યુલન્સ ટ્રાફિક મા અટવાય છે  .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કૂઇ પાસે રોડ ના કામને લઈ ને અવરનવર ટ્રાફિક જામ ની સ્થિતી તંત્ર હાઇવે પોલીસ દ્રારા ટ્રાફિક હળવો કરવામાગ  .

પ્રાંતિજના તાજપુર કુઈ નેશનલ હાઇવે આઠ પર રોજના ૮થી ૧૦ વખત ટ્રાફિક ચક્કાજામ થઇ જાય છે સીક્સ લાઈન ના કોન્ટ્રાક્ટર પણ હવે આંખ આડા કાન કરી રહ્યા છે નેહા આઠ ચોથો રાઈટ ફોન પર વાતચીત કરીએ તો ફોન રિસીવ કરતા નથી તાજપુર કુઈ ના વેપારીઓ રોડ કોન્ટ્રાક્ટર અને હાઈવે પોલીસ પર ભારોભાર રોષ ભરાયા છે જ્યાં જુઓ ત્યાં આડેધડ ખોદકામ કરી નાના સાંકડા સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપી વાહનોની અવરજવર કરાય છે

આવતા વાહન ની સામે દ્વિચક્રી વાહન ને પણ સાઈડ આપવી મુશ્કેલ બને છે જેથી અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે આ કતારમાં મિનિસ્ટરની પણ કાર અટવાઇ હતી જ્યારે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ રોજેરોજ અટવાઈ પડે છે જેથી કોઈનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટી વહેલી તકે આ સમસ્યા હલ કરે એવી ઉગ્ર માંગ ઉઠી છે જ્યારે કતારમાં આવી રહેલી મિનિસ્ટર ની ગાડી અટવાતા સમયસર ન પહોંચતા હાઈવે પોલીસ પેટ્રોલિંગમાં આવી રહી હતી તે સમયે હાઈવે પોલીસ નીચે ઉતરી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી ત્યારે વાહન ચાલકોએ તેમજ રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.